તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમન સ્વ સુરક્ષા માટે: SP

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ પોલીસ દ્વારા ૩૧માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રાંરભ કરાયો હતો. શહેરના ઝંડા ચોક ખાતે સડક સુરક્ષા જીવન રક્ષાના સુત્ર સાથે કાર્યક્રમ યોજાયો હતો.એક સપ્તાહ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને માર્ગ સલામતીના નિયમોથી વાકેફ કરવામાં આવશે. શાળા-કોલેજામાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સીટ બેલ્ટ, પીયુસી, વીમો, રિફલેકટીવ ટેપ, કાચા પાકા ડ્રાઈવિગ લાયસન્સની સમજ, ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન સહિતના નિયમોની સમજ પણ આપવામા આવશે. હાલ જ્યારે વાહનોની સંખ્યા વધી રહી છે અને વાહનો પણ તેજ ગતિથી દોડે એવા છે ત્યારે આ સમયે દરેક લોકો ટ્રાફીક નિયમનનું પાલન કરે તે જરૂરી છે. ઇન્ચાર્જ એસપી એસ.એમ.સૈયદે જણાવ્યું હતું કે ટ્રાફીક નિયમન એ સ્વ સુરક્ષા માટે હિતાવહ છે. ઝંડા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈન્ચાર્જ એસપી એસ.એમ.સૈયદ, ડીવાયએસપી પટેલ, ડીવાયએસપી ઋતુ રાબા, નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા, એ ડિવીઝન પીઆઈ ભાવિન સુથાર, સીટી ટ્રાફીક પીએસઆઈ એમ.જી.જાડેજા, જિલ્લા ટ્રાફીક પીએસઆઇ કે.સી.જેઠવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંતાનોને વાહનો આપતા વાલીઓ ચેતે
શાળાઓમાં વાહનો લઇને જતા નાના વિદ્યાર્થીઓ બાબતે પણ ગંભીરતા રાખવી શાળા પ્રશાસન તેમજ વાલીઓને જાગૃત કરવા જરૂરી છે. એસપી કચેરીમાં યોજાયેલી આઇજીપીના લોક દરબારમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો