અંજાર નજીક ફરી ટ્રેન થોભી જતા 2 કલાક ટ્રાફિક જામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા દિવસો પહેલા રાજવી ફાટક પાસે ટ્રેન થોભી જતા ખૂબ જ ટ્રાફિક જામ થયો હતો ત્યારે ફરી ગઈ રાત્રીએ અંજાર-આદિપુર માર્ગ પર આવેલ અદાણી ફાટક પાસે 2 કલાક જેટલા સમય સુધી ટ્રેન થોભી જતા વાહનોની કતાર લાગી જતાં ટ્રાફિક જામ થયો હતો. તો બીજી તરફ રાત્રે 8 વાગ્યાથી જ વરસાદ ચાલુ થઈ ગયો હોવાથી લોકોને ઘણી વાર સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડયું હતું અને અંતે રસ્તો બદલવા પડે તેવી નોબત આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ગત રાત્રે 10 વાગ્યાના આસપાસ અદાણી ફાટક પરથી પસાર થઈ રહેલી ડબલ ડેકન ટ્રેન રેલ્વે ફાટક ક્રોસ થતી વેળાએ અચાનક બંધ પડી ગઈ હતી. જેથી ફાટક ખુલી શક્યો ન હતો. જેથી 2 કલાક સુધી રાહ જોયા બાદ ગાંધીધામથી અન્ય એન્જીન મારફતે બંધ પડેલી ટ્રેનને ગાંધીધામ સુધી લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ ફાટક બંધ હોવાના કારણે સરકારી બસ, ખાનગી બસ, કાર, ટુ વ્હીલર વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. ઘણી વાર સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ છેવટે તમામ વાહન ચાલકોને લાંબો ધક્કો ખાઈ રસ્તો બદલવો પડ્યો હતો. તો બીજી તરફ સંકુલમાં રાત્રે 8 વાગ્યાથી જ વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને વરસાદમાં લાંબા સમય સુધી ભીંજાવાનો વારો આવ્યો હતો. થોડા સમય પહેલા પણ અદાણી ફાટક પાસે કન્ટેઇનર ભરેલ ટ્રેન ઓવરલોડ હોવાના કારણે થોભી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...