તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરાગત રીતે માંજો બનાવવાની પ્રક્રિયામાં ઉત્સાહ જોવા મળ્યો, શાળાઓમાં પણ કરાઈ આગોતરી ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ, આદિપુરમાં ઉતરાયણ પહેલાના રવિવારના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્કેટમાં હજી પણ જુની રીત રીસમોથી માંજો બનાવવા અને સુકવવાની પ્રક્રિયા થતી જોવા મળી હતી. સાંકુલમાં ચાર જેટલા સ્થળોએ સામાજીક સંગઠનોએ સ્લમના બાળકો સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી.

બાળકો અને યુવાનોમાં પ્રીય એવા મકર સંક્રાતિના આગમન સાથેજ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર હંગામી દુકાનો પર પતંગ,ચરખી સહિતની સામગ્રી લેવા માટે ભીડ ઉમટી રહિ છે. આદિપુરના તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજ, ટાગોર પાર્ક,ટીઆઈસી સહિતના સ્થળોએ સેવા સર્વોપરી દ્વારા ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે ઉતરાયણની મજા માણી હતી. તમામ બાળકો સાથે ત્યારબાદ પોષ્ટીક ભોજન પણ લેવાયું હતુ.જેમાં 130થી વધુ બાળકોએ જોડાઈને આનંદ લીધો હતો. તો શિવમ વિધામંદિર ખાતે વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે મળીને ઉતરાયણનો આનંદ માણ્યો હતો. જેમાં શિક્ષક રણછોડભાઈ યુવા દીન અન્વયે પ્રેરક વાતો બાળકો સમક્ષ મુકી હતી.

ઉતરાયણની તૈયારીઓ અને ઉજવણીનો ધમધમાટ, સ્લમના બાળકો સાથે ઉડાવી પતંગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો