તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીટીયુ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં તોલાણી પોલીટેકનીકે રાજ્યમાં પ્રથમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીટીયુ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં તોલાણી પોલીટેકનીકે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને સારો દેખાવ કર્યો છે. 15 છાત્રોએ 10માંથી 10 એસપીઆઇ મેળવી સંસ્થાનું અને જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

જીટીયુ દ્વારા લેવાયેલી પાંચમાં સેમેસ્ટરની વીંટર-2018 પરીક્ષામાં તોલાણી પોલીટેકનીકના સિવિલ વિભાગના 8, મીકેનીકલના 2, ઇલેક્ટ્રિકલના 1 તેમજ કમ્પ્યુટરના 2 વિદ્યાર્થીઓંએ દસમાંથી દસ એસપીઆઈ મેળવ્યા છે. વિદ્યાર્થીઓંએ ત્રીજા સેમેસ્ટર ના પરિણામમાં પણ મેદાન માર્યું છે. જેમાં કોમ્પ્યુટર ની 2 વિદ્યાર્થીનીઓ એ 10 માંથી 10 એસપીઆઈ તેમજ સીડીડીએમ ની 3 વિદ્યાર્થીનોઓં બ્રાન્ચ વાઇઝ પરિણામમાં પહેલા, બીજા તેમજ છઠા ક્રમે રહીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સમગ્ર 123 પોલીટેકનીક કોલેજોમાં સરકારી અનુદાનિત કોલેજે બીજુ તેમજ સેલ્ફ ફાયનાન્સે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બ્રાંચ વાઇઝ પરિણામમાં સિવિલ 10માં તથા 15માં, મીકેનીકલ પહેલો તથા 10માં ઇલેક્ટ્રિકલ ત્રીજાે તથા પંદરમો તેમજ કોમ્પ્યુટર તેમજ સીડીડીએમ બીજા સ્થાન પર રહ્યા છે. આચાર્ય જે. કે. રાઠોડે તમામ વિદ્યાર્થીગણ તેમજ સ્ટાફ ને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો