કકરવા |ખડીર વિસ્તારના અમરાપરનો તબીબી વિજ્ઞાન માટે અજીબ કિસ્સો કહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કકરવા |ખડીર વિસ્તારના અમરાપરનો તબીબી વિજ્ઞાન માટે અજીબ કિસ્સો કહી શકાય તેવો બનાવ સામે આવ્યો છે. ગામના 62 વર્ષીય આહિર ભૂરા ધનાને દસ વર્ષ પહેલાં ગળાંમાં તકલીફ થતાં નિદાન કરાવ્યું તો ડોક્ટરે કેન્સર હોવાનું કહ્યું. શરૂઆતમાં થોડા ભયભીત થવાથી આધુનિક દવાઓ લીધી પણ અંતે કોઠાસૂઝથી તેમણે સંપૂર્ણ અનાજ છોડી દઇ માત્ર ગાયના દૂધ પર રહેવાનું નક્કી કર્યું.સવારે અને સાંજે માત્ર ગાયના દૂધ પર રહેવાને લીધે કેન્સરનો રોગ તદ્દન મર્યાદામાં આવી ગયો. પૂરાં દસ વર્ષનું આયુષ્ય ભોગવી ભૂરાભાઇ તાજેતરમાં મગજ પર લકવાની અસર થતાં વિદાય પામ્યા. લકવા દરમિયાન પણ તેમણે શરીર પર તેની અસરને ઘણે અંશે કાબુ કરી લીધી હતી, હાથ-પગ ફરીથી કામ કરતાં થઇ ગયાં હતાં. ભૂરાભાઇનો કિસ્સો તબીબી વિજ્ઞાન માટે તો નોંધનીય છે જ, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ગાયને જે માતાનો દરજ્જો અપાયો છે અને તેના દૂધને અમૃત સમાન ગણાવ્યું છે તેના તરફ પણ સૂચક અંગુલીનિર્દેશ કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...