તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણની અરજી કરી તો જાનથી મારવાની ધમકી અાપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે દબાણ થયા હોવાની અરજી તાલુકા પંચાયતમાં કરવામાં આવતા તેનું મનદુખ રાખીને બે શખસોએ અરજકર્તા અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આદિપુર પોલીસે મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી.

આદિપુર પોલીસ સ્ટૅશને શાંતીલાલ કરશનભાઈ મ્યાત્રાએ ફરિયાદ દાખલ કરતા જણાવ્યુ હતુ કે તેમને ગત તા.22/09ના ગામના અરજણભાઈ સખાયાભાઈ બવા એ ફોન કરીને કહ્યુ હતુ કે \\\'તમે અને તારો મિત્ર ગાંધીધામ તાલુકા પંચાયતમાં દબાણ હટાવવાની અરજી આપવા ગયા હતા, જો કોઇ રાજકીય માણસોનો વહેમ હોય તો કાઢી નાખજે\\\' તેમ કહિને અપશબ્દો આપી ગામમાં નહિ રહેવા દઈએ અને ઘરે આવીને મારશુ સહિતની બાબતો કહી હતી. જે અંગે તેમણૅ તેમના મીત્રને કહેતા તેણે પણ આવી ધમકી આરોપી અરજણ અને તેના ભાઈ હમીર સખાયા બવાએ આપી હોવાનું કહિને ત્યાં જઈએ છીએ તો રસ્તો રોકીને ઉભા રહે છે તેમ કહ્યુ હતુ. જેથી બંન્ને વિરુદ્ધ આદિપુર પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાલુકામાં દબાણનો મુદ્દો અવારનવાર ચર્ચાના એરણે ચડેલો છે. ગ્રામીણ વિસ્તારમાં પણ થતા દબાણો દૂર કરવા યોગ્ય પગલા ભરાતા નથી તેવી બુમ ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...