પગારમાં વચગાળાની રાહત ન જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ ટ્રસ્ટમાં વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને વેતન સુધારણા વર્ષ 2012 થી 2017 સુધી ની માગણી કરવામાં આવી હતી. આ માગણી પછી વચગાળાની રાહત આપવા માટે કંડલા સહિત દેશના બંદરગાહોના કર્મચારીઓ માટે ટીપી મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ મંજૂરી પછી આ વચગાળાની રાહત સ્વીકારવા અધિકારીઓ નોંધાયો અધિકારીઓ એ નનૈયો ભણ્યો છે અન્યાય પ્રથા સામે ન્યાય મેળવવા માટે ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ઓફિસર્સ એસોસિએશન દ્વારા ચેરમેનને પત્ર પાઠવી ને નજીવી વચગાળાની રાહત સ્વીકાર્ય ન હોવાની જાણકારી આપવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ડો.એચ.ડી. સૂર્યવંશી અને મહામંત્રી રવી મહેશ્વરી એ લખેલા પત્રમાં જણાવ્યું છે કે વર્ષ 2012ને 2017 એમ બે વખત રીવિઝન થયું નથી. વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ ને બન્ને લિમિટેડ નો લાભ મળ્યો છે. ઇન્ડિયન પોસ્ટ એસોસીએશન તથા શિપિંગ મંત્રાલય વચગાળાની રાહત રૂપે રકમ આપવાની જાહેરાત ખાતરી આપી છે. આઇપીઓ દ્વારા તમામ મહામંડળ પ્રશાસન સાથે ચિંતન કરીને વધવાની રાતની ભલામણ તૈયાર કરી છે ભલામણ કરવામાં આવી છે તે ભલામણનો કેમ સ્વિકાર કરવામાં આવતો નથી તેવો પ્રશ્ન પણ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જાહેર થયેલી રકમ ઓછી હોવાથી રકમ લેવા અધિકારીઓ સહમત નથી. આમ કંડલા પોર્ટના 120 જેટલા વર્ગ 1 અને 2ના અધિકારી વર્ગ ની લાગણી નો ભડકો આગામી દિવસોમાં કેવું વાતાવરણ ઉભું કરે છે તેની ઉપર મદાર છે. જોકે, દેશભરના અંદાજે 1200 જેટલા કર્મચારીઓને આ મુદ્દે અન્યાય થયો છે અને તે અંગે શિપિંગ મંત્રાલય સુધી લાગણીનો પડઘો પાડવામાં આવ્યો છે. ચેરમેન આ માગણી પછી કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...