તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં લૂંટના ઇરાદે હત્યા કરનાર વિરુધ્ધ વધુ ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉમાં મોબાઇલ લૂંટવાના ઇરાદે છરીના સાત ઘા મારી કરપીણ હત્યા કરનાર આરોપી વિરુધ્ધ ચોપડવાના ખેડુતે વાહન ચોરીનો ગુનો તેના વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે નોંધાવ્યો છે.

આ બાબતે ભચાઉ પોલીસ મથકના પીએસઓ વલીમામદ રાયમાએ ચોપડવા રહેતા ખેડુત ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.21/2 ના રાત્રે 10.30 થી 11 વાગ્યા દરમિયાન કોઇપણ સમયે વેસ્ટ્રન કંપનીમાં કામે આવ્યા ત્યારે તેમણે ત્યાં પાર્ક કરેલી તેમની જીજે-12-એઆર-8910 નંબરનું બાઇક ભચાઉના હીંમતપુરામાં રહેતા શબ્બીર ઉર્ફે શબલો ઉમર ઉર્ફે બબીડો ભટ્ટીએ ચોર્યું હતું.પોતે જાતે તપાસ કરી રહ્યા હોવાથી ફરિયાદ મોડી દાખલ કરાવી હોવાનું ફરીયાદી ખેડુતે જણાવ્યું હતું. અત્રે ઉોલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં માનસરોવર રોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા કોલી યુવાનને છરીના સાત ઘા મારી આ જ શબ્બીરે મોબાઇલ લૂંટવાના ઇરાદે હત્યા કર્યા બાદ ભચાઉ પોલીસે શબ્બીરને પકડી લીધો છે ત્યારે તેના વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. ભચાઉના આ હિસ્ટ્રીશિટર આરોપી શબ્બીર પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો