તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના દેવળીયા નાકે રહેતા 27 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર પ્રસરી હતી.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે સવારે 8 વાગ્યાથી પહેલા કોઈપણ સમયે દેવળીયા નાકા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય અરવિંદ બાબુભાઇ વાઘેલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતની હુકમાં ચૂંદડી વડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

તો,અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી આશાપુરા કોટેજમાં રહેતી મહિલાને મોટર માંથી સોર્ટ લાગતા મૃત્યુ થયું હતું.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તા. 12/12/19ના સવારે 7 વાગ્યે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ આશાપુરા કોટેજના મકાન નં. 83માં રહેતી 40 વર્ષીય મહિલા સુનિતાબેન રાજુભાઇ અગ્રવાલ મોટર મારફતે પાણી ભરતા હતા ત્યારે મોટર માંથી સોર્ટ લાગતા તેમનું મૃત્યુ થયું હતું. જેથી અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...