તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગીમાં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના જંગી ખાતે મંડપ સર્વિસના ગોડાઉનમાં 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે.

લાકડિયા સીએચસીના મેડિકલ ઓફિસર ડો.એસ.કુમારે સામખિયાળી પોલીસને કરેલી જાણ મુજબ, જંગી ખાતે જ રહેતા 20 વર્ષીય સચીન હંસરાજ ચૌહાણે ગત બપોરે દોઢ થી બે વાગ્યા દરમીયાન જંગીમાં ડાંગરવાસમાં આવેલા મોમાય મંડપ સર્વિસના ગોડાઉનમાં ગળે ફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું છે.

કયા કારણોસર આ યુવાને અંતિમ પગલું ભરી લીધું તે બાબતે સામખીયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...