તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારની બાતમી મુદ્દે શિણાયમાં યુવાનને ધોકાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામનું ખરાબ લાગતું હોવાનું કહી અારોપીઅોઅે માર માર્યો

આદિપુર નજીક આવેલા શિણાય ગામમાં રમાઇ રહેલા જુગાર બાબતે પોલીસને જાણ કરનાર યુવાનને બે જણાએ ગામનું ખરાબ લગાડશ તેમ કહી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.

શિણાયના વાળા ફળિયામાં રહેતો 34 વર્ષીય ભરત દેવજી બલદાણીયા ગત સાંજે 7:30 વાગ્યાના અરસામાં ગામમમાં પાળીયા પાસે ઉભો હતો ત્યારે ગામના જ રમેશ વાસણ હડીયા અને બિપીન વાસણ હડીયા તેના પાસે આવ્યા હતા અને આપણા ગામમાં જુગાર રમાય છે તે બાબતે તું શા માટે પોલીસને જાણ કરી બોલાવે છે , તેમ કહેતાં ફરિયાદીએ ગામમાં બહારના જુગાર રમતા હોય તો ગામનું ખરાબ લાગે છે તેવો જવાબ આપતાં ઉશ્કેરાઇ ગયા હતા અને ભરતને ગાળો આપતાં ભરતે ગાળો બોલવાની ના પાડી તો રમેશે હાથમાં રહેલી લાકડી વડે માર માર્યો હતો તો બિપીને મોઢા પર મુક્કા મારી ઇજા પહોંચાડી હતી, રાડો પાડતાં બન્ને જણા નાસી ગયા હતા. પોલીસે બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો