તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા અગ્રણી-પોલીસ અધિકારી ધમકી પ્રકરણમાં 12 કરોડનો પ્લોટ જવાબદાર ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં રહેતા અને સંકુલના મહિલા અગ્રણી વિરૂધ્ધ રાજ્યના ગૃહમંત્રીને સંતોષી માં ટ્રસ્ટના નામે આપેલા દાનના 60 લાખ પરત માગતા ધમકી આપી હોવાની ફરીયાદ થયા બાદ મહીલા અગ્રણીએ આદિપુર પોલીસ મથકે નિવૃત પોલીસ અધિકારી સહિત ત્રણ જણા વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ કરી હતી, આ ફરીયાદ બાદ બીજા જ દિવસે વહેલી પરોઢે આ મહીલા અગ્રણીના ટાગોર રોડ સ્થિત ઇટ્સ માય જીમના કમ્પાઉન્ડમાં હથિયાર ધારી પાંચ શખસોએ તોડ

...અનુસંધાન પાના નં. 12

ફોડ કરી નુકશાન પહોંચાડ્યું હોવાની બીજી ફરીયાદ નોધાયા બાદ સંતોષી માં ટ્રસ્ટના લેટર પેડ ઉપર કોંગ્ક્ષ્રેસી અગ્રણીઓ સાથે મહિલા અગ્રણીએ કલેક્ટરને લેખિત રજુઆત કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર નિવૃત પોલીસ અધીકારી સહિત ભુ માફીયાઓને પકડી કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ મંત્રી તુલસી સુજાને કલેક્ટરને કરેલી રજુઆતમાં આ સમગ્ર પ્રકરણમાં આદિપુરના વોર્ડ નંબર-2માં આવેલા પ્લોટ નંબર-એસડીબી-105 અને એસડીબી - 106 નો મુદ્દો જવાબદાર હોવાનું જણાવતાં ચકચાર મચી જવા પામી છે.

બોક્સ-1 : ટ્રસ્ટને ફાળવાયેલી 12 કરોડનો પ્લોટ 1 કરોડમાં ખરીદાયો હવાનો આરોપ

મહિલા અગ્રણી તુલસી સુજાને કલેક્ટરે કરેલી લેખિત રજુઆતમાં આરોપ મુક્યો છે કે, આદિપુર ખાતે 25 વર્ષ પહેલાં બનેલા સંતોષી માતાજીના મંદિરના જતન માટે બનેલા જય સંતોષી મા ટ્રસ્ટને આદિપુરના સિંધી સ્વજન લેખરાજભાઇએ મંદિરને એક પ્લોટ દાનમાં આપ્યો હતો જે તુલસી સુજાને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી હતી તે દરમિયાન જ લેખરાજભાઇનું અવસાન થયું હતું અને લેખરાજભાઇના પુત્રએ આ પ્લોટ ગાંધીધામ માર્કેટમાં વેચવા તૈયારી કરી હોવાની જાણ થતાં આ ટ્રસ્ટની પ્રોપર્ટી હોવાનું પણ જણાવ્યું હતું પરંતુ નિવૃત પોલીસ અધીકારી વિષ્ણુદાન ગઢવીએ વેચાતો લીધો છે અને રાજભા ગઢવી તમારી પાસે આવે છે તેને આ પ્લોટ વિષ્ણુદાનગઢવીએ એક કરોડમાં ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું જે પ્લોટની કિંમત હાલ અંદાજે 12કરોડ છે. મેં એસઆરસીમાં એનઓસી આપવાની ના પાડતાં જુમા રાયમાને ફોન કરી પોલીસ અધિકારીએ તેમને સમજાવવા કહ્યું હતું પણ તેમ છતાં ટ્રસ્ટની જમીન સોંપવાની ના પાડતાં વિષ્ણુદાન ગઢવી, રાજભા ગઢવી અને હિતેષ ગઢવી અને તેમના મળતીયાઓએ જાનગી મારી નાખવાની ધમકીઓનો સિલસિલો ચાલુ કર્યો છે.



બોક્સ -3: હું આ પ્રકરણમાં માત્ર મિડીએટર તરી કે ગયો હતો - નિવૃત પોલીસ અધિકારી

મહીલા અગ્રણી તુલસી સુજાને ટ્રસ્ટનો કિમતી પ્લોટ ખરીદ્યો હોવાનો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની કરેલી પોલીસ ફરીયાદ બાબતે જે નિવૃત પોલીસ અધિકારી વિરૂધ્ધ આ ફરિયાદ કરાઇ છે તે વિષ્ણુદાન ગઢવીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં હું માત્ર મીડિયેટર તરીકે ગયો હતો અને સીસી ટીવી કેમેરા પણ હતા તેમણે જે ફરિયાદ કરી હોય પણ હું પણ આ ફરિયાદનો જવાબ આપવા તૈયાર છું તેવું જણાવી પોતે હાલ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં હોવાનું જણાવ્યું હતું.



ધમકી આપ્યાની ઓડિયો ક્લીપ ફરિયાદમાં અપાઇ
ટોક ઓફ ધ ટાઉન બનેલા હાઇ પ્રોફાઇલ ધમકી પ્રકરણમાં શીવ પુરાણ નહીં પ્લોટનું પુરાણ આવ્યા બાદ આદિપુરના તુલસી સુજાને નિવૃત પોલીસ અધિકારી અને અન્ય ત્રણ જણાએ ગોળીથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાથે આદિપુર પોલીસને ત્રણમાંથી એકની ઓડિયો ક્લીપ પણ આપી છે જેમાં તુલસી સુજાનમારે તમારી સાથે વાત જ નથી કરવી તેમ કહેતાં સામેથી ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યો છે તેવું સંભળાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો