તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોલતપર પાસેના અકસ્માતમાં ઘાયલ મહિલાઅે દમ તોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના દોલતપર દુધ ડેરી પાસે રોડ અોળંગતી વખતે જીપની અડફેટે રાવળેશ્વરના 14 માસની માસુમ બાળકી અને 50 વર્ષીય મહિલાનું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું જ્યારે અા અકસ્માતમાં સારવાર માટે ભુજ રિફર કરતી વખતે માર્ગ વચ્ચે ઘાયલ મહિલાઅે પણ દમ તોડ્તા જત પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા.

બુધવારે રાત્રીના નવ વાગ્યાના અરસમાં ગાંધીધામ હોસ્પિટલમાં 14 માસની પુત્રીના ટુટેલા હોટના અોપરેશરા કરાવા જઇ ને પરત દોલતપર ફરતા મુળ વળેશ્વરના જત પરિવારને દોલતપર દુધ ડેરી પાસે જીપના ચાલકે રોડ અોળંગતી વખતે અડફેટમાં લીધા હતા જેમા રોહમતબાઇ પઠાઇ જત (ઉ.વ.50) અને 14 વર્ષીય અમિશા ઇશબખાન જતનું દયાપર સામુહીક અારોગ્ય કેન્દ્રમાં સારવાર અપાય તે પૂર્વે મોત નિપજ્યું હતું જ્યારે અા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નૂરબાઇ ઇશબખાન જત (ઉ.વ.25)ને સારવાર માટે ભુજ રીફર કરતા હતા ત્યારે ભુજ પહોંચે તે પહેલા મોત અાંબી ગયું હતું અા જત પરિવાર મુળ રાવળેશ્વર ગામનો છે અને હાલ દોલતપર ખાતે દુધની દેડી પાસે પોતાના પશુઅોને લઇ રહેતલ હતો.

જો વહેલી અેમ્બ્યુલન્સ મળી હોત તો, 1 જીવ બચત
વર્માનગર અને દયાપર ખાતેની 108 અેમ્બ્યુલન્સ ભુજ ગઇ હોવાથી ઘાયલ મહિલાને ભુજ રિફર કરવા માટે છેક નખત્રાણાથી અેમ્બ્યુલન્સ બોલાવી પડી હતી. જો સમય અેમ્બ્યુલન્સ મળી હોત તો, નૂરબાઇની જાન બચી ગઇ હતો, અા વિસ્તારમાં સામાન્ય પ્રકારની ઇજાઅો માટે સામજિક અાગેવાનો અને દાદાગીરીથી 108 અેમ્બ્યુલન્સ મફત ઉપયોગ કરાવાતો હોવાની રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...