વિરાટ ધર્મસભામાં હિન્દુ સંસ્કૃતિની એકતા પર ભાર મૂકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા કાદિયાના અથર્વવેદી આશ્રમ મધ્યે બ્રહ્મલીન સંત શિવગણદાસજી મહારાજની પુણ્યતિથિ તેમજ નૂતન અતિથિ ભવનના ઉદ્ઘાટન સમારોહનો આરંભ કરાયો હતો.

સંતો-મહંતોના દીપ પ્રાગટ્યથી આરંભાયેલી ધર્મસભામાં પ્રેરણાપીઠ પીરાણાના ગાદીપતિ સતપંથ આચાર્ય નાનકદાસજી મહારાજે ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી દરેક સતપંથીની હોવાનું જણાવી હિન્દુ સંસ્કૃતિની એકતા પર ભાર મૂક્યો હતો. મહામંડલેશ્વર જનાર્દનહરિજી મહારાજે સતપંથ શિક્ષાપત્રીને જીવનમાં ઉતારશો તો ધન્ય બનશો તેમ કહી કાદિયાને તપોભૂમિ ગણાવી હતી.

સમારોહમાં વિરાણી મોટી રામમંદિરના મહંત શાંતિદાસજી મહારાજ, જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહંત જયરામદાસજી મહારાજ, રતિબાપા, જયભગવાનદાસજી સહિતનાએ આશીર્વચન પાઠવ્યાં હતાં.

આશ્રમના ગાદીપતિ દિવ્યાંનંદજી મહારાજે આશ્રમમાં આવનારા દિવસોમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉભી કરાશે તેમ જણાવ્યું. સવારે વિષ્ણુયજ્ઞ યોજાયા બાદ બપોરે શોભાયાત્રા નીકળી હતી. સમારોહમાં સતપંથ સમાજના પ્રમુખ દેવજી ભાવાણી, દાનાભાઈ ગોરાણી, ગંગારામ પારસીયા, મુળજી ગોરાણી, મણીભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...