તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિપુરમાં અંડર -14 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર ખાતે રોયલ સ્પોર્ટસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંડર -૧૪ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છના ૧૦ થી ૧૪ વર્ષના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશથી આ આયોજન કરાયું છે જેમાં દરેક ટીમમાં ૧૫-૧૫ ખેલાડીઓનો સમાવેશ કરાશે અને પાંચ ટીમ બનાવાશે. આ ટુર્નામેન્ટ પહેલાં જેમનો જન્મ ૨૦૦૫ અને ત્યારબાદ થયો હોય તે ખેલાડીઓએ પસંદગી માટે આદિપુરના મૈત્રી મહા વિદ્યાલયના ગ્રાઉન્ડ પર તા.૬/૧૦ ના સવારે ૭ વાગ્યે સફેદ ડ્રેસ, જન્મ તારીખનોદાખલો , એક ફોટો અને રૂ.૫૦૦ ફી સાથે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેવાનું હશે. આસિલેક્શનમાં જે ખેલાડીઓ સિલેક્ટ થશે તે ખેલાડીઓની પાંચ ટીમ બનાવાશે અને લીગ મેચ બાદ પોઇન્ટના આધારે સેમી ફાઇનલ અને ફાઇનલ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...