તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડીયા પાસે ટ્રેઇલરની રસ્સી તોડી 1.50 લાખના ચોખા ચોરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ તાલુકાના લાકડીયા નજીક હાઇવે પર ચોખા ભરી જઇ રહેલી ચાલતી ટ્રેઇલરની રસ્સી તોડી કોઇ અજાણ્યા ઇસમે રૂ.1,50,920 ની કીંમતની બાસમતી ચોખાની 49 બોરીની ચોરી કરી હોવાની ફરીયાદ લાકડીયા પોલીસ મથકે નોંધાઇ છે , આ બનાવ 16 ફેબ્રુઆરીના સવારે6.30 થી 11.30 વચ્ચેના ગાળામાં બન્યો છે પણ શેઠે પોતે આવ્યા બાદ ફરીયાદ નોંધાવવાનું કહેતાં મોડી ફરિયાદ નોંધાઇ હોવાનું ફરીયાદીએ જણાવ્યું હતું.

હરિયાણાના નરવાણામાં રહેતા રણધીરસીંગ હવાસિંગ જાટે નોંધાવેલી ફરીયાદને ટાંકી પીએસઓ નટવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા.16 ફેબ્રુઆરીના પોતે બાસમતી ચોખા પોતાના એચઆર-61-બી-9782 નંબરના ટ્રેઇલરમાં લઇને જઇ રહ્યો હતો તે દરમીયાન ચાલતા ટ્રેઇલરમાં બાંધેલી રસ્સી કોઇ અજાણ્યા ઇસમે કાપી લઇ રૂ.1,50,000 ની કિંમતની 49 બોરી ચોરી કરી હતી. લાકડીયા પોલીસે આઇપીસીની કલમ 379 હેઠળ અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો