તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ચાલકે હાઇડ્રોલિક નીચે કર્યું, યુવાનનું માથું ચગદાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ નજીક આવેલા ચુડવાની સીમમાં આવેલી સોલ્ટ કંપનીમાં ટ્રકનું હાઇડ્રોલિક મીઠાનો માલ ખાલી કરવા ઉંચું કર્યુ઼ હતું ત્યારે જ કંપનીના યુવાન સુપરવાઇઝરે કંઇક અવાજ આવતો હોઇ તે જોવા માટે મોઢું નાખ્યું હતું અને તે જ સમયે ટ્રક ચાલકે હાઇડ્રોલિક નીચું કરતાં સુપરવાઇઝરનું માથું તેમાં ચગદાઇ જતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

મુળ મધ્યપ્રદેશના છપરાના રહેવાસી 23 વર્ષીય સચીન વિક્રમ નાગલે ગાંધીધામ નજીક આવેલા ચુડવાની સીમમાં આવેલા જૈન સોલ્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો, ગત સવારે 8.30 વાગ્યાના અરસામાં જૈન સોલ્ટ કંપનીમાં કામ ઉપર હતો ત્યારે જીટીવાય 5970 નંબરના ડમ્પર ચાલકે પોતાની ગાડીમાંથી મીઠું ઠાલવવા ટ્રકનું હાઇડ્રોલિક ઉંચું કર્યું હતું ત્યારે દેખરેખ રાખી રહેલા 23 વર્ષીય સુપરવાઇઝર સચસન નાગલેને ટ્રકમાંથી કંઇક અવાજ આવતો હોવાનું જણાતાં તેણે ચેક કરવા પોતાનું મોઢું અંદર રાખી જોઇ રહ્યા હતા ત્યારે જ ટ્રક ચાલકે જોયા વિના હાઇડ્રોલિક નીચું કરતાં સચીનનું માથું તેમાં ચગદાઇ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જૈન સોલ્ટ કંપનીમાં જ મૃતક સચીન સાથે કામ કરતા મૃતક સચિનના સબંધી ઉમેશભાઇ ગયાપ્રસાદ આરલેએ બી-ડિવિઝન પોલીસ મથકે બેદરકારી દાખવનાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો