તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમગાર્ડ અને તેના મિત્રની સમયસૂચકતાથી ચોરી અટકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે દુકાનોના પતરા તૂટવાના અવાજ આવતો હોવાનો ફોન આવ્યા બાદ તરત પહોંચેલા હોમગાર્ડના જવાનને જોઇ ચોરીનો પ્રયાસ કરી રહેલા શખસો નાસી ગયા હતા. હોમગાર્ડના જવાન અને તેમના મિત્રની સમયસૂચકતાથી ચોરીનો બનાવ બનતાં અટકી ગયો હતો.

તા. 3 અને 4ના મધરાત્રે 1.30 થી 2 વાગ્યા દરમિયાન બનેલા બનાવમાં ગાંધીધામ ઓસ્લો પોલીસ ચોકીની સામે ની બાજુ માં આવેલી દૂકાનો ને કોઈ ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદાથી પતરાં તોડતા હોય તેવો અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી હોમગાર્ડના જવાન ગૌતમભાઇ ડાભીને તેના મિત્ર મિતેશભાઇએ સમયસુચકતા વાપરી પ્રથમ પોલીસ સ્ટેશનમાં ફોન કરેલો પણ વારંવાર વ્યસ્ત આવતા એ મિત્રએ તાત્કાલિક ગૌતમભાઇનો સંપર્ક કર્યો હતો જેથી તાત્કાલિક બે મિત્રો ત્યા જઈ તપાસ હાથ ધરી અને બન્ને બાજુ જોતા કોઈ અજાણ્યા શખ્સો દૂકાનોના પતરા ઉપરથી સિધો નાળામાં કુદતા અવાજ થયો અને તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે અંધારામાં એ ચોર ભાગ્યો હતો જેનો પીછો કરતાએ અંધારા નાશી જતાં ચોરી નો બનાવ બનતો અટકાવ્યો હતો.

પતરા તોડી ચોરીના બનાવને અંજામ આપતી ગેંગ પડકારરૂપ બની
ગૌત્તમ

મિતેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો