તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ IT રેંજને ટાર્ગેટ ગત વર્ષ કરતા એક કરોડ ઓછો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામને વૈભવી શહેર કહેવામાં આવે છે, કદાચ એટલેજ જિલ્લાના આર્થિક પાસાઓને સાંકળતી તમામ વડી કચેરીઓનું સ્થાન ભુજ નહિ પરંતુ ગાંધીધામમાં અપાયું છે. રાજ્ય થી રાષ્ટ્ર સ્તરના કહિ શકાય એટલા મોટા રેવન્યુ ગોટાળોઆનો પર્દાફાશ પણ અહિ ભુતકાળમાં થઈ ચુક્યા છે. પરંતુ ગત બે વર્ષોમાં અહિ અપાતા ટાર્ગેટને સિદ્ધ કરવામાં ગાંધીધામ રેંજ હાંફી રહી હોય તેવો તાલ સર્જાયો છે.

સમગ્ર કચ્છનો વિસ્તાર પોતાના કાર્યક્ષેત્રમાં ધરાવતી આવક વેરા વિભાગની ગાંધીધામ રેંજને ગત વર્ષે 285 કરોડના ક્લેક્શનનો ટાર્ગૅટ અપાયો હતો. જેની સામે 241 કરોડનું ક્લેક્શનજ થઈ શક્યુ હતુ. એટલે કે 44 કરોડ ઓછુ, તેમાં પણ અંત ઘડી સુધી વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરીને પોતાના માનીતા માથાઓને કહિને વધુ ભરણુ કરાવાયું હોવાની પણ ચર્ચા હતી. ત્યારે આ વર્ષે તેમની સ્થિતીને પામી ગયા હોય તેમ વિભાગે રેંજનું ટાર્ગૅટ ઘટાડીને ચાલુ વર્ષે 2019-’20ના વર્ષે માટે ટાર્ગૅટ 284 કરોડ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેના અડધા જેટલી સફરમાંજ પહોંચી શકાયુ હોવાનું આંતરીક આધારભુત સુત્રો જણાવી રહ્યા છે. હવે જોવું રહ્યુ કે ગત વર્ષે પોતાના ટાર્ગૅટને પામી ન શકેલી ગાંધીધામ રેંજ ઈન્કમટેક્સ વિભાગ આ વર્ષે પોતાના લક્ષ્યને સિદ્ધ કરી શકે છે કે કેમ. અહિ નોંધવુ રહ્યુ કે ઈંન્કમટેક્સ ઈન્વેસ્ટીગેશન વિંગનો હવાલો પણ હાલ ઈન્ચાર્જ પાસે રહેલો છે.

દરોડા ઘટ્યા, લંચ બાદ સાંજે મળે છે અધિકારીઓ
ચાલુ નાણાકિય વર્ષે શહેરમાં આવકવેરા વિભાગ તરફથી શાંત રહ્યો હતો. સંલગ્ન સુત્રોએ જણાવ્યું હતુ કે કોઇ મોટી દરોડા કે સર્વેની કામગીરીને અંજામ અપાયો નથી. તો બીજી તરફ કચેરીમાં પણ શાંતીનો માહોલ સર્જાઈ રહ્યો છે. અધિકારીઓ બપોરના લંચ બાદ સીધા સાંજેજ મળતા હોવાનું અને વિકેન્ડમાં તો છુટીનોજ માહોલ રહેતો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો