તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીયોની જાણકારી આપવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુર નગર મધ્યે આવેલી તથા ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ ખાતે ‘પોલીયો જાગૃતિ કાર્યક્રમ’ અને ‘આંકડાકીય માહિતી નિરૂપણ કાર્યક્રમ’ ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ-૨ના અધિકારી તથા તેમના સહાયક દ્વારા વિદ્યાર્થીઓને પોલીયો નાબુદી ટકાવી રાખવા માટેનું જ્ઞાન આપવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શાબ્દીક સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. જે પછી પાર્થભાઇ જાની દ્વારા એનએસએસના સ્વયંસેવકોને પોલીયો વિશેની સમજૂતી આપી હતી તથા પોલીયો માટેના કાર્યક્રમમાં સ્વેછાએ સેવા આપવા માટેની કામગીરી વિશે પણ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને બાળકોને પોલીયો કેવી રીતે પીવડાવવાથી લઇને તેની આંકડાકીય માહિતી કેવી રીતે નોંધવી સુધીની માહિતી આપી હતી. તથા આ પોલીયો પીવડાવવાથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓના મનમાં ઉર્જાનો સંચાર થયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના એનએસએસ યુનિટના 43 જેટલા સ્વયંસેવકોએ તારીખ 19, 20અને 21 જાન્યુઆરીના રોજ સતત ૩ દિવસ સુધી વિવિધ એરીયામાં પોલીયોના કેમ્પમાં સેવા આપવા માટે સહમતી રજૂ કરી હતી. સંચાલન કોલેજના પ્રોફેસર યોગેશ ભીખાલાલ ખાંડેકા કર્યું હતું. કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો