તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં રાજ્ય કક્ષાના ખેલમહાકુંભનો પ્રારંભ, 14મીએ પરિણામ જાહેર કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત ભુજ જિલ્લા રમતગમત કચેરી દ્વારા અંજારની કે.કે.એમ.એસ. સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ-2019 રસ્સાખેંચ સ્પર્ધાનું ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેલમહાકુંભ સંદર્ભે આગામી 14મી સુધી જુદી જુદી રમતો રમવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો માંથી લોકો આવી પોતાની ગેમ રજુ કરશે અને 14મીના દિવસે પરિણામ જાહેર કરી પ્રમાણપત્રો તેમજ શિલ્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, અંજાર નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ પલણ, ત્રિકમભાઈ આહિર, ડેનીભાઈ શાહ, સંજયભાઈ દાવડા, શાળાના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજા અને એસ.એમ.ડી.સીના તમામ સભ્યની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડી.એલ. ડાકીએ સંભાળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી

શાળાના આચાર્ય સહિતના આમંત્રિતોની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...