તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ તાલુકાના સંગમનેર ગામે તસ્કરોએ સામુહિક આક્રમણ કર્યું હતું.

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના સંગમનેર ગામે તસ્કરોએ સામુહિક આક્રમણ કર્યું હતું. જેમાં 4 દુકાનોના તાળા તોડી રોકડ તેમજ મુદ્દામાલ સહિત 10,750ની ચોરીને અંજામ અપાયો હતો. ઉપરાંત 2 અન્ય દુકાનો તેમજ શિવ મંદિરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ અંગે દુધઈ પોલીસ મથકેથી ભચાઉ તાલુકાના સંગમનેર ગામે રહેતા નરેશભાઈ રામજીભાઈ છાભૈયાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 8/1/2020ની રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગામમાં સામુહિક આક્રમણ કર્યું હતું. જેમાં ફરિયાદીની કરીયાણાની દુકાનના પાછળના દરવાજાનું તાળું તોડી દુકાન માંથી રોકડા 4,000ની ચોરી કરવામાં આવી હતી. તેમજ અન્ય દુકાનદાર રાજેશભાઈની દુકાન માંથી 1500ની કિંમતનો 1 મોબાઈલ, નરેન્દ્રભાઈની દુકાન માંથી 1500 રોકડા તેમજ નાઈટ ડ્રેસો તથા ગંજીઓ કિ. 3300 તથા ભરતભાઈની દુકાન માંથી 450 રૂપિયા રોકડા એમ રોડક રૂ. 5950 તથા મુદ્દામાલ 4800નો મળી કુલ 10,750ની ચોરી કરવામાં આવી હતી. તો બીજી તરફ નિમેશભાઈ તથા મહેન્દ્રભાઈની દુકાન તથા ગામના શિવ મંદિરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બાબતે દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો