તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિષદની સેવાકીય પ્રવૃતિ આગળ ધપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત વિકાસ પરિષદ, ગાંધીધામની વાર્ષિક સભામાં આગામી વર્ષ માટૅ નવા હોદેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ પદે જખાભાઈ ભીમાભાઈ હુંબલની વરણી કરાઈ હતી. ટીમે પ્રથમ દિવસેજ છ સેવાકીય પ્રવુતિ કરીને તેમના આગામી કાર્યકાળની પ્રવુતીઓનો અંદેશો આપી દીધો હતો.

ગત વર્ષના સંસ્થા દ્વારા થયેલ વિવિધ સેવાકીય કાર્યોનો વિસ્તૃત અહેવાલ સેક્રેટરી ધર્મેશભાઈ ઠક્કર દ્વારા તેમજ વાર્ષિક હિસાબ કિતાબ રજૂ કરાયો હતો, પુર્વ પ્રમુખ ડૉ. નિતીન ઠક્કરે સહુનું સ્વાગત કર્યુ હતુ. સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત નાંઉપપ્રમુખ કનૈયાલાલ ભાવનાનીએ નવા હોદ્દેદારોની જાહેરાત કરી પ્રમુખ પદપર જખાભાઈ હુંબલ, મંત્રી વિનોદભાઈ મેઘાણી, ખજાનચી હિતેશ રામદાસાની, ઉપપ્રમુખ શૈલેષભાઈ શાહ, મહિલા સંયોજક પ્રમુખ નેહાબેન વોરા, સહ સંયોજક હીનાબેન શાહ, સહમંત્રી અરૂણભાઇ સોલંકી તથા કારોબારી સભ્યો ને શપથ ગ્રહણ કરાવ્યા હતા. કચ્છ વિભાગના મંત્રી સુરેશભાઈ ઠક્કરે નવા જોડાયેલા 20 સભ્યોના શપથ લેવડાવ્યા હતા. નવા નિમાયેલા પ્રમૂખ હુંબલે પ્રથમ ઉદબોધનમાં ગરીબ બાળકોના શિક્ષણ, સ્વચ્છતા, પછાત વિસ્તારોમાં મહિલાઓ માટૅ સ્વરોજગારી, પર્યાવરણ સંવર્ધન, પશુ પક્ષીઓ માટે જીવદયાના કાર્યો, મેડીકલ કેમ્પ, જાગ્રુતુ કેમ સહિતના જન કલ્યાણ કાર્યો માટે લક્ષ્ય રાખીને નેમ વ્યક્ત કરી હતી. તો પ્રથમ દિવસેથ પ્રમુખ હુંબલ પરીવારના સૌજન્યથી પરિષદ દ્વારા બે બહેનોને સિલાઈ મશીન, દિવ્યાંગ બહેનને ટ્રાયસાયકલ,એક દીકરીના લગ્ન નિમિત્તે 25હજાર કરીયારવર પેટૅ, 20 વિધાર્થીઓની સ્કુલ ફીસ ભરી, બે પાણીના પરબ શરુ કરી તેમજ પક્ષીઓ માટૅ 200 કુંડા અર્પણ કરીને પ્રથમ દિવસેજ સેવાનો સીક્સર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...