મોટી હમીરપરની પરિણિતાએ સાસરા વિરૂદ્ધ ત્રાસની ફોજદારી નોંધાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના મોટી હમીરપર ગામની પરિણિતાએ સાસુ-સસરાની ચડામણીને કારણે પતિ એક વર્ષ અને ત્રણ મહિનાના લગ્નગાળા દરમિયાન મારકુટ કરી શારીરીક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફોજદારી મહીલા પોલીસ મથકે નોંધાવી છે.

આદિપુર મહીલા પોલીસ મથકના વુમન હેડ કોન્સટેબલ નેહલબેન ચાંપાનેરીએ મુળ મોટી હમીરપર મેઇન બજારના હાલે રાપર અયોધ્યાપુરી ખાતે રહેતા હેમાંગીબેન જીગરભાઇ સોનીએ નોંધાવેલી ફરીયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, મોટી હમીરપર ખાતે મેઇન બજારમાં રહેતા જીગરભાઇ નરેન્દ્રભાઇ સોની સાથે તા.18 ફેબ્રુઆરી 2018ના તેમના લગ્ન થયા બાદ અત્યાર સુધીના લગ્નગાળા દરમિયાન અવાર નવાર સસરા નરેન્દ્રભાઇ રામજીભાઇ સોની અને સાસુ લતાબેન નરેન્દ્રભાઇ સોની દ્વારા તેના પતિને થતી ચડામણીને કારણે પતિ જીગર અવારનવાર મારકુટ કરી શારીરિક માનસીક ત્રાસ આપતો રહ્યો છે.આદિપુર મહિલા પોલીસે પતિ સહીત ત્રણે સાસરિયા વિરૂધ્ધ આઇપીસીની કલમ 498(એ), 323,504,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ મહિલા હેડકોન્સટેબલ નેહલબેન ચાંપાનેરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...