તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોમરાજ જગાણી માર્ગના દબાણ હટાવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગરપાલિકા દ્વારા ૧૫ કરોડના ખર્ચે વરસાદી નાળાની મરંમતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. નાળા ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી તેમ છતાં કોઈ દબાણ હટ્યા ન હતા. જુની કોર્ટ રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના પ્રમુખને આ બાબતે રજૂઆત કરવામાં આવ્યા પછી સોમવાર સુધીની મુદત પણ આપવામાં આવી હતી. દરમિયાન આજે આ પૈકીના કેટલાક દબાણો હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભોજરાજ જગાણી માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે પાલિકાએ આજે બુલડોઝર ફેરવ્યું હતું. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં આ રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ દૂર થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. વરસાદી નાળા પર થયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે પરંતુ કેટલાક કિસ્સામાં નાળા પર થયેલા પાકા દબાણો દૂર કરી શકી નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રોડ પર નાળા પર થયેલા દબાણ દૂર કરવા માટે સુચના આપવામાં આવી હતી. પાલિકાના પ્રમુખને આ વિસ્તારના વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવતા સોમવાર સુધીની મુદત આપવામાં આવી હતી .મુદત બાદ ફરી એક વખત પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે પાલિકાને આ દબાણ દુર કરવા માટે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે. જેસીબી ચલાવી શકાય તેમ નથી દબાણો દુર કરવા માટે મજૂરોનું સહારો લેવો પડે છે. દરમિયાન બીજી બાજુ પર લાખો રૂપિયાના ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યા પછી તે માટે થયેલા આયોજનમાં દબાણ નો મુદ્દો ભોજરાજ જગાણી માર્ગ પર થયેલા દબાણને લીધે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેનો હેતુ માર્યો જતો હોવાની ફરિયાદ ઉઠી હતી.

પહેલા પદાધિકારીના દબાણ હટાવો
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મુખ્ય બજાર વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી ટીમને વેપારી દ્વારા પહેલા પદાધિકારી ના દબાણ દૂર કરવા માટે માગણી કરવામાં આવી હતી. પદાધિકારી નું દબાણ હટાવવામાં આવે પછી જ અન્ય લોકોના દબાણ દૂર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવ્યા પછી પાલિકાએ ભાજપના એક પદાધિકારી દબાણ પણ નું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો