તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News The Minister Dismissed The Respondents On The Issue Of Poor Management Of The Revolution 064632

ક્રાંતિતીર્થના નબળાં સંચાલનના મુદ્દે જવાબદારોને મંત્રીઅે ખખડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી અેક બાજુ હાલ પ્રવાસન છેત્રે નામના મેળવી રહ્યું છે. તેની બીજીબાજુ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક ખાતે કેટલીક સુવિધાઅો ખૂટી રહી છે. જેની ફરિયાદો છેક ગાંધીનગર સુધી જતા રાજ્યમંત્રી વાસણ અાહિરે તીર્થની રૂબરૂ મુલાકાત લઇ જીઅેમડીસીના અધિકારીને જાહેરમાં ઝાટકી નાંખતા ચકચાર મચી હતી. તાત્કાલિક સુવિધા સુધારવા તાકિદ કરી હતી.

લાંબા સયમથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક અંગે ખૂટતી સુવિધા અંગે ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં અા અંગે ગાંધીનગરમાં બેઠક થઇ હતી. જેમાં સંચાલન બરાબર નહીં થવાથી પ્રવાસીઅો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તથા પ્રવાસીઅોની સંખ્યા ઘટે તેવી પણ રજૂઅાત કરવામાં અાવી હતી. કલેક્ટરે અા અંગે મીટિંગ લેવા છતાં કોઇ સુધારો ન અાવતા અચાનક પ્રવાસનના રાજ્યમંત્રી વાસન અાહિર ક્રાંતિતીર્થની મુલાકાતે અાવી ચડ્યા હતા. અાવતા દિવસોમાં સ્મારક બંધ કરવાના દિવસો ન અાવે તે માટે જીઅેમડીસી ગઢશીશાના મેનેજર શૈલેશ પટેલ અને સ્થાનિક મેનેજરને જાહેરમાં ઝાટકણી કાઢવામાં અાવી હતી. તથા તમામ રીપોર્ટ સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને અાપવાની સુચના અાપી હતી. તીર્થને અાધુનિક બનાવા માટે સંપૂર્ણ સહયોગ મળવા પાત્ર હોવાથી અને મોટું ફંડ અેકત્રિત હોવાના કારણે ટૂંક સમયમાં તમામ સુવિધા અને ખામીઅોને પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અા સ્વપ્નને સાકાર કરવાની ખેવના વ્યક્ત કરવામાં અાવી હતી.

હવે માંડવીમાં પણ ટેન્ટ સિટિને મંજૂરી
માંડવીના સમુદ્રી કિનારે ગુજરાત પ્રવાસન નિગમ પીપીપીના ધોરણે 50 ટેન્ટ ઊભા કરવાની યોજનાને પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. જેના પગલે અાવનારા દિવસોમાં દરિયા કિનારે ટેન્ટસિટિ ઊભી કરવામાં અાવશે તેવી જાહેરાત રાજ્યમંત્રીઅે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...