તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સ્ટેશન પાસે લોજમાં આધેડને માર મરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરની સિનિયર સિટિઝન સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા 56 વર્ષીય દિલીપભાઇ પરમાનંદ સતવાણીની ગાંધીધામ બસ સ્ટેશન સામે આવેલી રહીશભાઇ લોજવાળા સાથે અગાઉ જમવા બાબતે બોલાચાલી થઇ હતી. તા.16/3 ના રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં તેઓ રહીશભાઇની લોજ પાસે ગયા હતા ત્યારે રહીશભાઇએ તું મારી હોટલ સામે જોઇને અહીં કેમ આવ્યો છે તેમ કહી બોલાચાલી કરી હતી. તેમને બોલાચાલી કરવાની ના પાડતાં ઉશ્કેરાઇને તેણે પહેલાં ધક બુશટનો માર માર્યો હતો. તેનો પ્રતિકાર કરતાં બાજુમાં પડેલા લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. પોલીસે માર મારનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...