Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર પાલિકામાં વિપક્ષના મૌન વચ્ચે માત્ર 10 મિનિટમાં સભા આટોપી લેવાઇ
અંજાર નગરપાલિકાની વર્ષ 2020-21માટે બજેટની ખાસ સામાન્ય સભાનું આયોજન નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં 1,19,60,71,890નું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આજે મળેલી ખાસ સામાન્ય સભામાં માત્ર 10 મિનિટમાં વિપક્ષના મૌન વચ્ચે 119 કરોડનું બજેટ પસાર કરી દેવામાં આવ્યું હતું.
ઐતિહાસિક નગર અંજારના નવા વર્ષના નાણાંકીય વહીવટી સંચાલનને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલા વિકાસ લક્ષી બજેટને બહાલી આપવાના હેતુથી પ્રમુખ રાજેશભાઈ વી. ઠકકરના અધ્યક્ષસ્થાને આજે ખાસ સભા યોજવામાં આવી હતી. આ બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ મનોરંજન કર માપદંડની ગ્રાન્ટ, શહેરી ગરીબી વિકાસ યોજના, ડીશ એન્ટેના ગ્રાન્ટ, વ્યવસાય વેરા ગ્રાન્ટની રકમ રૂા. 225 લાખ, પાણી–ગટર–રસ્તા-સ્ટ્રીટ લાઈટ તથા શહેરના પછાત વિસ્તારના વિકાસના કામો, સામાન્ય સભામાં સદસ્યના મળતા સુચન મુજબના કામો માટે, રસ્તા પાકા બનાવવાના કામો રૂા. 150 લાખ, જાહેર બગીચામાં નવીન કામો રૂા. 50 લાખ બગીચામાં ફુવારા, સાધનો તથા બાળ ક્રિડાંગણ તથા નવીનીકરણના કામો માટે સુવર્ણ જયંતી શહેરી વિકાસ અન્વયે શહેરી રોજગાર કાર્યક્રમ તાલીમ રૂા. 43 લાખ, શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજગારીલક્ષી તાલીમ, બેંકેબલ સબસીડી તથા સુખાકારીના કામો માટે, નગરપાલિકા હસ્તકની સ્કુલોમાં સુધારા - વધારા રૂા. 10 લાખ, નગરપાલિકા હસ્તકની સ્કૂલોમાં સ્કુલની જરૂરીયાત મુજબ, ફર્નીચર, સાધનો તથા સુધારા - વધારાના કામો માટે, ધારાસભ્ય ગ્રાન્ટના કામો રૂા. 123 લાખ, ધારાસભ્ય દ્વારા સુચવવામાં આવતાં કામો માટે, સંસદસભ્યની ગ્રાન્ટના કામો રૂા. 43 લાખ, સંસદસભ્ય દ્વારા સુચવવામાં આવતાં કામો માટે, નગરપાલિકા ઓફીસમાં સોલાર સીસ્ટમ તથા રીનોવેશન ફર્નીચર, ઝેરોક્ષ મશીન રૂા. 40 લાખ, નગરપાલિકા ઓફીસમાં સોલાર સીસ્ટમ તથા રીનોવેશન ફર્નીચર, ઝેરોક્ષ મશીન ના કામો માટે, વાજપાઈ નગર વિકાસ યોજના રૂ. 125 લાખ, શહેરમાં પાણી - ગટર - રસ્તા - સ્ટ્રીટ લાઈટના કામો વગેરે માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. 78-88-56 રૂ. 510 લાખ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેના કામો તથા સફાઈ સાધનો અને વહીકલ ખરીદીના ખર્ચ માટે, અંજાર શહેરમાં ભુગર્ભ ગટર યોજના રૂા . 140 લાખ, શહેરમાં નવી ભુર્ગભ ગટર યોજના - સામાન્ય સભામાં સભ્યોના મળતા સુચન મુજબના કામો માટે, અંજાર શહેરમાં સ્પોર્ટસ સંકુલ રૂા. 800 લાખ શહેરીજનો માટે સ્પોટર્સ સંકુલ બનાવવાનું કામ તેમજ અન્ય કામો માટેની રકમ સર્વાનુમતે બહાલ રાખવામાં આવી હતી. બજેટ શાસકપક્ષના નેતા ડેનીભાઈ શાહે રજુ
કર્યુ હતું.
સામાન્ય રીતે યોજાતી સભામાં સભ્યોની ગેરહાજરીના મુદ્દે ચણભણાટ ઉઠતો હોય છે. વિકાસ લક્ષી આયોજનના દાવાઓકરીને સત્તાપક્ષ દ્વારા આંબા આબલી બતાવી કરાતા બજેટને બહાલ રાખવાના હેતુથી ઔપચારીકતા કેટલીક વખત નિભાવવામાં આવતી હોય તેવી સ્થિતિ જણાતી હોય છે. અંજારમાં પણ આજની આ મહત્વની બેઠકમાં કુલ 36 માંથી શાસકપક્ષના 25 અને વિરોધ પક્ષના 4 એમ કુલ 29 સભ્યો હાજર રહયાં હતાં.
આવક જાવક પર એક નજર
આજે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં આવક જાવકના હિસાબો પણ આપવામાં આવ્યા હતા. જેમાં 119,60,71,890ની આવક થઈ હતી. જેની સામે 119,46,51,800નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો અને બાકી વધતી સીલક 14,20,090નો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો.
{119 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે પસાર કરાયું