તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિણાય પાસે વકીલે કાર ઓવરટેક કરી તો માર પડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધક બુશટનો માર મારી નાક ઉપર બોથડ વસ્તુ ફટકારી ઇજા પહોંચાડાઇ

ક્રાઇમ રિપોર્ટર | ગાંધીધામ
આદિપુર નજીક શીણાય માર્ગ ઉપર અમદાવાદના એક વકીલે અન્ય કારને ઓવરટેક કરતાં ઉશ્કેરાયેલા ત્રણ ઇસમોએ ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.

અમદાવાદ રાણીપ રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતા 36 વર્ષીય સ્વપ્નિલભાઇ હરીવદનભાઇ ચૌહાણ પોતાની જીજે-01-આરજી-9984 નંબરની કાર લઇ ગાંધીધામ અને મુન્દ્રા કામ અર્થે આવ્યા હતા અને મુન્દ્રાથી કામ પુરૂં કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે 11.30 ના અરસામાં શિણાય નજીક જીજે-12-જે-5010 નંબરની કારને અવરટેક કરતાં તેમણે પણ કાર ઓવરટેક કરી તેમને રોક્યા હતા અને અમારી કારને ઓવરેટેક કેમ કરી તેમ કહી અંદર સવાર ત્રણ જણામાંથી બે જણાએ ધકબુશટનો માર માર્યો હતો તો એક જણાએ નાક ઉપર કોઇ વસ્તુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો