વિદ્યાસહાયક તરીકે જોડાયેલ શિક્ષકોની નોકરી સળંગ ગણાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવતી અંજારની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પૈકીના 93 શિક્ષકો કે જેઓ વિદ્યાસહાયક તરીકે નિમાયેલા હતા અને સરકારની જોગવાઈ મુજબ બેથી પાંચ વર્ષની નોકરી કરી કાયમી થયા હતા તેવા શિક્ષકોની વિદ્યાસહાયક તરીકેની નોકરીના સમયને સમિતિ દ્વારા સળંગ નોકરી ગણી લેવામાં આવતા અંજારના શિક્ષક આલમમાં ખુશીની લહેર ફેલાઈ હતી. સમિતિના આ નિર્ણય થકી શિક્ષકોને અનેક લાભો મળવાના હોઈ, દિવાળી પહેલા જ દિવાળી ગિફ્ટ મળી હોય તેમ સમિતિના આ નિર્ણયને સૌ કોઈએ વધાવી લીધો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંજારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે નિમાયેલા અને વિદ્યા સહાયક યોજનાની જોગવાઇઓ મુજબ બે/પાંચ વર્ષની ફીકસ પગારી સેવા બાદ વખતો-વખત નિયમિત મહેકમમાં સમાવાયેલા વિદ્યાસહાયકોને બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે તેઓએ બજાવેલ ફીકસ પગારી સેવાનો સમયગાળો સળંગ ગણવાની જોગવાઇ મુજબ વિદ્યાસહાયકોની નિમણૂક તારીખને ગણતરીમાં લઇને તેઓએ બજાવેલ ફીક્સ પગારી નોકરીનો સમય સળંગ ગણવા આદેશ કરવામાં કરવામાં આવ્યો હતો તથા તે રીતે નક્કી થતી નિમણૂંક તારીખ મુજબ તેઓને મળવાપાત્ર બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે ગણતરીમાં લેવાનો પણ આદેશ કરવામાં આવતા અંજારના શિક્ષક આલમમાં ખુશીની લહેર ફેલાઈ હતી અને આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...