ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમનો એવોર્ડ સુસ્મિતાસેનના હસ્તે મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમનો એવોર્ડ સુસ્મિતાસેનના હસ્તે મળ્યો
રાજવીર રાજગોર પોતાની આંતરિક શક્તિને કારણે કલા ક્ષેત્રે માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે જ કામણ પાથરી ચુક્યો છે જેમાં શો-ઓફ ક્લીક્સ દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમની સ્પર્ધામાં તે વિજેતા બન્યો અને તેને ૩૦ જુલાઇ ૨૦૧૯ના મુંબઇના મહેબૂબ સ્ટુડિયો ખાતે અભિનેત્રીસુસ્મીતા સેનના હસ્તે એવોર્ડ અપાયાની સાથે સુસ્મીતા સેન સાથે તેનું ફોટો શૂટ પણ કરાયું હતું.

ગરબા કિંગ કિંજલ દવે સાથે બે આલ્બમમાં સૌને મોહી લીધા રાજવીરે
સાડા ત્રણ વર્ષના આ રાજવીર રાજગોરે ગરબા કીંગ તરીકે પ્રખ્યાત કિંજલ દવે સાથે બે વિડિયો આલ્બમમાં પોતાની કળા વડે સૌના મન મોહી લીધા તેમાં માખણ ચોર આલ્બમે તો ધૂમ મચાવી અને સાડા ત્રણ વર્ષનો ગાંધીધામનો રાજવીર રાજગોર અત્યારે સેલીબ્રીટી બની ચુક્યો છે અને ૨૦૦ થી ૫૦૦ કિલોમીટર દુરથી ઇન્સ્ટાગ્રામ મારફત કોન્ટેક્ટ કરી લોકો ગાંધીધામ રાજવીર જોડે સેલ્ફી લેવા પણ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...