• Gujarati News
  • National
  • Mandvi News The Impact Of Lockdown In The Villages Of Mandvi Taluka Is Unaffected 064527

માંડવી તાલુકાના ગામોમાં લોકડાઉનની અસર નહિવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની કોઇ અસર જ ન હોય તેમ ખુલ્લા રહેતા પાનના ગલ્લા, ચાની લારીઅો પર અેકઠા થતા લોકો જોખમી સાબિત થશે.

જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના અેફ.ટી.પી. મેસેજ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસવડા સાૈરભ તોલંબિયા દ્વારા અપાઇ હોવા છતાં માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે કોઇ જ પગલા ભરાતા નથી. મોટાભાગના ગામોમાં અંદર ખાને પાનના ગલ્લા, ચાની લારીઅો ખુલ્લી રહે છે, જયાં અેકઠા થતા લોકો વર્તમાન સ્થિતિઅે જોખમી બની શકે છે. તો વળી અમુક ગામોમાં ક્રિકેટ પણ રમાઇ રહી છે, તેમ છતાં સમાજના દુશ્મનો સામે પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાતી નથી. લોકડાઉનનું ઉલ્લંઘન થતું હોય તો સર્કલ પ્રો. ઇન્સ્પેક્ટરે તાબાના થાણા ઇન્ચાર્જને તાત્કાલિક સુપરવિઝનનો અાદેશ અાપવાનો હોય છે. તાલુકાના ગઢશીશામાં કલમ 144 અન્વયે અેકમાત્ર કેસ થયો છે તેના સિવાય અન્ય ગામોમાં અેક પણ કેસ થયો નથી, જે પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે છે. મહામારી વચ્ચે લોકો પોતાની જવાબદારી સમજીને ઘરથી બહાર નીકળવાનું ટાળે તે ઇચ્છનીય છે. જાહેરનામાનો ભંગ કરીને બહાર નીકળતા સમાજના દુશ્મનો સામે પોલીસ દ્વારા કડક રાહે પગલા ભરવામાં અાવે તેવી માગ તાલુકાના પ્રબુધ્ધ નાગરિકોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...