તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News The Historic Ram Temple Of Mandvi39s Two Century Old Historical Temple Is Three To Three Days Late 065521

માંડવીના બે સદી જૂના અૈતિહાસિક રામ મંદિરનો શુક્રવારથી ત્રિદિવસીય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીના બે સદી જૂના અૈતિહાસિક રામ મંદિરનો શુક્રવારથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો પ્રારંભ થયો છેે. લોહાણા મહાજન દ્વારા ઉજવાનારા અા ઉત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું અાયોજન કરાયું છે.

બંદર રોડ સ્થિત લોહાણા સમાજની ધર્મશાળામાં અાવેલું રામ મંદિર ભૂકંપમાં જર્જરિત થઇ ગયા બાદ દાતાઅોના સહયોગથી તેનું નવનિર્માણ કરાયું છે. 45 લાખના ખર્ચે બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો ઉષામાના હસ્તે દીપ પ્રાગટ્યથી અારંભ કરાયો હતોે. પ્રથમ દિવસે પૂજન બાદ બીજા દિવસે તા. 13ના સવારે શોભાયાત્રા અને સાંજે દાતાઅોનું સન્માન કરાશે. અંતિમ દિને તા. 14ના રામ નવમીઅે હોમ-હવન, ધ્વજારોહણ સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. બપોરે તેમજ રાત્રે મહા અારતીનું અાયોજન કરાયું છે.

અા ઉત્સવમાં ભોજન પ્રસાદ તેમજ બહાર ગામથી અાવનારા ભાવિકો માટે રહેવાની વ્યવસ્થા કરાઇ છે તેમ જણાવતાં લોહાણા મહાજન પ્રમુખ હરીશ ગણાત્રાઅે મંદિરના વિકાસ માટે વધુને વધુ દાતાઅો અાગળ અાવે તેવો અનુરોધ કર્યો હતો. મુખ્ય અાચાર્ય પદે દિપેશ મહારાજ શાસ્ત્રોક્ત વિધિ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...