તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જની કોલમની શરૂઆત એવી કહાણીથી કે જે મેં ભાવિ સંસ્મરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જની કોલમની શરૂઆત એવી કહાણીથી કે જે મેં ભાવિ સંસ્મરણ લેખન માટે રાખી હતી પણ આપણે ‘હિઅર એન્ડ નાઉ’ના યુગમાં જીવી રહ્યા છીએ તો આ પ્રાસંગિક હોવાથી કહી દેવું જ વધુ સારું રહેશે. વર્ષ 2000માં હું પાકિસ્તાનમાં હતો અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયલ સલાહુદ્દીનને મળવા રાવલપિંડી અને સ્વયંભૂ યુનાઇટેડ જિહાદ કાઉન્સિલના મુખ્ય ઠેકાણા પર પહોંચ્યો. પ્રારંભિક ચર્ચા બરાબર ન રહી. સલાહુદ્દીનને ખાતરી હતી કે હું અને મારો કેમેરાપર્સન ભારતીય જાસૂસ છીએ. અમારા પાસપોર્ટ અને કેમેરા છીનવીને અમને એક રૂમમાં પૂરી દેવાયા. એક કલાક બાદ દરવાજો ખોલાયો અને ધમકાવતો હોય તેવા અંદાજમાં બૂમબરાડા કર્યા બાદ સલાહુદ્દીને અચાનક તેના તેવર બદલ્યા. તેણે ઉશ્કેરાઇને કહ્યું, ‘શું તમે જાણો છો કે હું 1987માં કાશ્મીરમાં ચૂંટણી લડ્યો હતો અને મારી જીત નક્કી હતી પણ તમારી દિલ્હી સરકારે ફારુક અબ્દુલ્લા સાથે મળીને મારા જેવા લોકોને હરાવવા અંતિમ ક્ષણોમાં ચૂંટણીમાં ગેરરીતિ આચરી.’ મેં ધીમેથી માથું હલાવ્યું, સાવધાની રાખી કે તેનો ગુસ્સો ફરી ન ભડકે. શ્રીનગરના મદરેસાનો ઇસ્લામી ઉપદેશક યુસુફ શાહ કેવી રીતે અચાનક ખોફનાક આતંકી બની ગયો એ તો કાશ્મીરની રક્તરંજિત લોકકથાનો હિસ્સો છે. યાસીન મલિક તેના ચૂંટણી એજન્ટો પૈકી એક હતો, જે બાદમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો વડો બની ગયો. 1987ની ચૂંટણીની આ હકીકત દર્શાવે છે કે કેવી રીતે મોટી રાજકીય ભૂલો ઇતિહાસની દિશા પલટી નાખે છે. સલાહુદ્દીને હસીને કહ્યું, ‘જો હું જીતી ગયો હોત તો બની શકે કે આજે સરકારમાં પીડબલ્યુડી મંત્રી હોત.’ આ વર્ષે અેપ્રિલમાં મેં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. અબ્દુલ્લાને સલાહુદ્દીનની કહાણી જણાવી અને ડર્યા વિના પૂછ્યું કે 1987ની ચૂંટણીમાં તેમણે શા માટે રાજીવ ગાંધી સરકાર સાથે મળીને ગેરરીતિ આચરી? ડૉ. અબ્દુલ્લાએ પૂછ્યું, ‘શું તમને ખરેખર એવું લાગે છે કે મારે ચૂંટણીમાં ગેરરીતિ કરવાની જરૂર છે? કોઇએ ચૂંટણીપંચને ફરિયાદ કેમ ન કરી કે સુપ્રીમકોર્ટમાં કેમ ન ગયા?’ થોડા કલાકો બાદ સ્વાદિષ્ટ વ્યંજનોવાળા ભોજન બાદ ડૉ. અબ્દુલ્લાએ તે દિવસો યાદ કરીને કહ્યું, ‘જો મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (સલાહુદ્દીન તે પક્ષમાં જ હતો) ચૂંટણી જીતી જાત તો તે ઇસ્લામી રાજ્યની ઘોષણા કરી દેત, આઝાદીનું આહવાન કરી દેત અથવા પાકિસ્તાનમાં ભ‌ળી જાત. એક સ્વાભિમાની ભારતીય તરીકે હું તેવું થવા દઇ શકતો નહોતો.’ માંડ પાંચ મહિના પછી જ કાશ્મીર મામલે વધુ એક વળાંક આવી ગયો. ડૉ. અબ્દુલ્લા લગભગ બે મહિનાથી જન સુરક્ષા અધિનિયમ હેઠળ નજરકેદ છે. આ કાયદા હેઠળ કોઇને પણ પબ્લિક ઓર્ડર હેઠળ 6 મહિના અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી બે વર્ષ સુધી કોઇ કેસ ચલાવ્યા વિના કસ્ટડીમાં રાખી શકાય છે. તેનાથી ઉલટું ભારતનો મોસ્ટ વોન્ટેડ સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનથી ખુલ્લેઆમ ફરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકી શકે છે, હિંસા ફેલાવી શકે છે. કલમ 370 રદ કરીને મોદી સરકારે એવો રાજકીય માર્ગ પસંદ કર્યો છે કે જ્યાં એક ‘રાષ્ટ્રવાદી’ અને ‘આતંકી-ભાગલાવાદી’ સલાહુદ્દીન, બન્નેને ‘શત્રુ’ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ સવાલ ખીણની હેરાન કરી મૂકે તેવી સ્થિતિને જોતાં પ્રાસંગિક છે જ્યાં સરકારની કઠોર કાર્યવાહીએ રાષ્ટ્રવાદ અને પૃથકતાવાદ વચ્ચે રેખાને ધૂમિલ કરી દીધી છે. કેમ કે તેમાં દરેક કાશ્મીરી રાજનેતાને સંભવિત ઉપદ્રવી અને છુપાયેલા વિદ્રોહી તરીકે જોવાય છે. કાશ્મીર ખીણમાં સામાન્ય સ્થિતિનો એક અનોખો નમૂનો છે જેમાં રાજકીય પ્રવૃતિઓ પર પ્રતિબંધ છે, વિરોધ પ્રદર્શન કે અસંમતિની અભિવ્યક્તિને રાષ્ટ્રવિરોધી સમજાય છે. ત્યાં મીરવાઈઝ ઉમર ફારુખ તો રાજકીય પ્રદર્શનમાં સામેલ ન થવાની સંમતિ આપી મુક્ત થઇ શકે છે પણ ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લેનારા ત્રણ પૂર્વ મુખ્યમંત્રી કસ્ટડીમાં છે. આ ત્રણેયમાં ફારુખ અબ્દુલ્લાહ તો કેન્દ્રમાં ભાજપ તથા કોંગ્રેસ, બંને સરકારો સાથે કામ કરી ચૂક્યા છે. મહેબૂબા મુફ્તી પણ વર્ષ પહેલા સત્તામાં ભાજપના સહયોગી હતા. અચાનક ત્રણેય નેતા અવાંછિત બની ગયા છે અને તેમને ખતરાં તરીકે જોવાઈ રહ્યાં છે. તેમના પર ખરાબ શાસન, ભ્રષ્ટાચાર અને એટલું જ રાજકીય વ્યવસ્થામાં ગેરરીતિનો આરોપ મૂકવો એક વાત છે પણ શું હવે તેમને દેશદ્રોહીઓ તરીકે જોવાશે? તેનાથી ઈનકાર નથી કે તેમણે ખીણમાં પરિવારના શાસનને લાંબા સમળ સુધી જાળવી રાખ્યું પણ નક્કીરૂપે આ આરોપ તો ડાબેરીઓને છોડીને સંપૂર્ણ રાજકીય બિરાદરી પર લગાવી શકાય છે. વ્યક્તિગત લાભ માટે સ્ટેટ મશીનરી પર કબજો જમાવવા અને તેનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવો મહદ અંશે યોગ્ય છે પણ આ આરોપ પણ ઘણાં અન્ય નેતાઓ પર લગાવીશ કાય છે. પરંતુ હવે પીએસએ હેઠળ તેમને નિરુદ્ધ કરવા તે દર્શાવે છે કે અચાનક ભારતીય સ્ટેટ 81 વર્ષીય નેતાને ભારતવિરોધી ભાવનાઓના કેન્દ્ર તરીકે જુએ છે. શું આપણે એ ભૂલી શકીએ કે આ જ ફારુખ અબ્દુલ્લાહ કાશ્મીરના મુદ્દે અનેક વૈશ્વિક મંચ પર ભારતના દૂત રહ્યાં છે? કે એ કે જ્યારે નવી દિલ્હી તથા શ્રીનગર વચ્ચે સંબંધોમાં રાહતના સ્પર્શની જરૂરિયાત અનુભવાતી હતી તો તેમને મધ્યસ્થી તરીકે જોવાતા હતા? કે એ કે તેમણે ખીણમાં સંકટ પેદા કરવામાં પાકિસ્તાની હાથનો દૃઢતા સાથે વિરોધ કર્યો છે? આ લાંબી કસ્ટડી ન ફક્ત કાશ્મીરી નેતાઓને કારણ વિના આભામંડળ આપશે પણ તેનાથી ખીણમાં ઘાતક ખાલી જગ્યાઓ પેદા થશે અને ખીણ અનિશ્ચિતતા તથા નિરાશામાં ડોલતી રહેશે. પાકિસ્તાનમાં બેસેલ કોઈ સૈયદ સલાહુદ્દીન કાશ્મીરમાં કાર્યવાહીને 1987માં જે થયું તેને કાવ્ય-ન્યાય તરીકે જોઈ શકે છે કે ચૂંટણી ગેરરીતિઓએ આતંકવાદની શરૂઆત કરી. હવે આ ખોટું પગલું કઈ દિશામાં લઈ જશે?

ફરી એકવાર : જોકે કાશ્મીરના સંદર્ભમાં રાષ્ટ્રવાદ પર ઈતિહાસના પાઠ શેર કરાઈ રહ્યાં છે તો વધુ એક તથ્ય રજૂ કરું છું : 1999માં કંધાર વિમાન અપહરણના સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ફારુખ અબ્દુલ્લાહે મસૂદ અઝહર તથા અન્ય આતંકીઓની મુક્તિનો ભારે વિરોધ કર્યો હતો. વિડમ્બના એ છે કે જેમણે અપહરણકર્તાઓ અને તાલિબાનીઓથી યાત્રીઓ સાથે મુક્તિ માટે સોદાબાજી કરી હતી તે હવે સરકારમાં છે. નક્કી સમય બદલાઈ ગયો છે!

અન્ય સમાચારો પણ છે...