તડીપાર કરાયેલો શખસ કાઠડામાંથી ઝડપી પડાયો

Mandvi News - the deported man was fired from the rug 064509

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:45 AM IST
હદપારીનો ભંગ કરીને કાઠડા ગામે અાવેલા શખસને માંડવી પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડયો હતો. માંડવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ રાઉન્ડમા હતો તે દરમ્યાન કાઠડા ગામમાથી નાયબ કલેક્ટર મુન્દ્રાના હુકમ તડીપાર કરાયેલ શખસ અાવ્યો હોવાની બાતમસી મળતાં સ્ટાફે ત્યાં ધસી જઇ ગોપાલ અાસા ગઢવી નામના શખસને ઝડપી પાડયો હતો. પકડાયેલ શખસને કચ્છ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, મોરબી, તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરવામા આવ્યો હતો. એ.એસ.આઇ. ભોજરાજ ગઢવી સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.

X
Mandvi News - the deported man was fired from the rug 064509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી