મૃતક વીમાધારકની પત્નીને વળતર પેટે રકમ ચુકવવા આદેશ કર્યો

Gandhidham News - the deceased ordered the insurer to pay the compensation amount to the wife 063005

DivyaBhaskar News Network

Apr 16, 2019, 06:30 AM IST
મેઘપર બોરીચી ખાતે મકાન હોમલોન લઇ બનાવ્યા બાદ આ હોમ લોનની સિક્યુરીટી માટે બેંક દ્વારા લોન ધારકનો વીમો લેવડાવવામાં આવ્યા બાદ લોન ધારકના અચાનક કુદરતી નિધન થયા બાદ વીમા કંપનીએ રકમ ચુકવવા આના કાની કરી હોવાના કેસમાં ગ્રાહક સુરક્ષા ફોરમે આ કેસમાં હોમ લોન આપનાર બેંક અને વીમા કંપની વિરૂધ્ધ ચુકાદો સંભળાવ્યો હતો.

મેઘપર બોરિચીમાં રહેતા સુચેન્દ્રકુમાર સિંઘે મકાન બનાવવા એચડીએફસી બેંક લી.માંથી હોમ લોન લીધી હતી જેમાં આ બેંક દ્વારા એચડીએફસી ઇરગો જનરલ ઇન્સયોરન્સ કંપની લી.માંથી લોનની સિક્યોરીટી સુચેન્દ્રસીંગનો વીમો લેવડાવવામાં આવ્યો હતો અને જેના પ્રિમિયમની રકમ લોન એકાઉન્ટમાં ઉધારવામાં અાવી હતી, આ પોલીસીની શરતો મુજબ જો લોનની મુદ્દત દરમિયાન સુચેન્દ્ર સીંગનું મૃત્યુ થાય તો લોનના બાકી રહેતા હપ્તાની રકમ વીમા કંપનીએ બેંકને ચુકવી દેવાની હતી. તા.29/9/2014ના સુચેન્દ્રકુમારનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ તેમના પત્ની બબીતાસીંગે આ બાબતની જાણ બેંક તથા વીમા કંપનીને કરતાં પણ વીમા કંપનીએ લોન ધારકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાથી વીમા કંપનીની કોઇ જવાબદારથી બનતી ન હોવાનું જણાવી ક્લેમ ના મંજુર કર્યો હતો. ત્યારબાદ મૃતક લોન ધારકના પત્ની બબીતાસીંગે બેંક અને વીમા કંપની વિરૂધ્ધ સેવામાં ખામી સબબ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી આ જ સમયગાળા દરમિયાન બેંક દ્વારા મકાનનો કબજો લેવા સરફેસી એક્ટ જોગવાઇ મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કર્યો હતો અને તેના બચાવ ગ્રાહક ફોરમમાં લીધો હતો જેમાં ફોરમે બન્ને પક્ષકારોની દલીલો ધ્યાનમાં લઇ વીમા કંપની અને બેંક વિરુધ્ધ ચુકાદો સંભળાવી વીમા કંપનીએ ભરવાપાત્ર રકમ 8 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ફોરમમાં જમા કરાવી. ફરિયાદીને ખર્ચ પેટે રૂ.15 હજાર ચુકવી આપવા હુકમ કર્યો હતો. ફરિયાદી વતી એડ્વોકેટ વિશાલ મકવાણા, ઋષિ ઉપાધ્યાય, કુંદન ધાનાણી, સંકેત જોષી, સાજિદ તુરીયા અને હેતલબેન વાઘેલાએ હાજર રહી દલીલો કરી હતી.

X
Gandhidham News - the deceased ordered the insurer to pay the compensation amount to the wife 063005

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી