તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાયમસ ફાટતાં ગંભીર રીતે દાઝેલી યુવતીનું સારવાર દરમિયાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મહેશ્વરીનગરમાં રાત્રી ભોજન બનાવતી વખતે તા.6 એપ્રીલના પ્રાયમસ ફાટતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેમને સારવાર અર્થે ગાંધીધામમાં એક બાદ એક બે સ્થળોએ દાખલ કરવામાં આવી હતી. પરંતુ છ દિવસ બાદ તેમનું મોત નિપજ્યુ હતુ.

આ બાબતે પીએસઓ બાબુભાઇ મિયોત્રાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પારૂબેન ઉર્ફે પુજાબેન શિવજીભાઇ મહેશ્વરીએ ગત તા.6 એપ્રીલના રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પ્રાયમસ ઉપર રસોઇ બનાવી રહી હતી તે દરમીયાન અચાનક પ્રાયમસ કોઇ કારણોસર ફાટ્યો હતો.

જેના કારણે તે આખા શરીરે તે દાઝી ગઇ હતી, જેથી સભ્યોએ તાત્કાલીક તેમને સારવાર અર્થે પહેલાં જૈન સેવા સમીતીની હોસ્પીટલ સારવાર માટે લઇ જવાઈ હતી, જ્યાં પ્રાથમીક ઉપચાર કર્યા બાદ બાદ વધુ સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પીટલ ખસેડાઇ હતી. જ્યા છ દિવસની સારવાર બાદ તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ યુવતીના લગ્ન પણ થયા ન હતા. પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...