લાંબા સમયથી બંધ કુલરને ચાલુ કરવા પાલિકાને રસ નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર નગરપાલિકાનો કથળેલો વહીવટ હંમેશા ચર્ચામાં રહ્યો છે. ત્યારે ઠંડા પાણીનું કુલર પાલિકા કચેરી પાસે ઉપલબ્ધ હોવા છતાં ઘણા લાંબા સમયથી તેને બંધ રાખી જાણી જોઈને ઠંડા પાણીના જગ બહારથી મંગાવી પાલિકાને ખોટા ખર્ચ કરાવાતું હોવાની ચર્ચા ઉઠી છે.

એક તરફ પાલિકા પાસે નાણાંના અભાવે શહેરમાં વિકાસના કામો કરવામાં નથી આવતા તો બીજી તરફ નાના મોટા ખોટા ખર્ચાઓ કરી પાલિકા કચેરીને ખોટા ખર્ચાઓ કરાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પાલિકા કચેરી દ્વારા કરવવામાં આવતા તમામ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતો તો થતી જ રહી છે ત્યારે જાણી જોઈ બહારથી ઠંડા પાણીના જગ મંગાવી નેની રકમમાં પણ પાલિકાના જ અમુક કર્મચારી દ્વારા કમિશન લેતા હોવાની વાત વહેવા માંડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષપાતી વલણથી ચાલતી અંજાર નગર પાલિકામાં કોઈએક પક્ષ અથવા વ્યક્તિને નફો કે ફાયદો પહોંચાડાતું હોવાના આક્ષેપો અગાઉ ઉઠી ચુક્યા કગે ત્યારે ફરી પાણીના જગ મંગાવવામાં પણ કમિશન લેવાતું હોવાની વાત જાહેર થતા આ અંગે શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...