તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્સટેબલે LCBને કહ્યું તાકાત હોય તો આરોપી પકડી બતાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ પોલીસ મથકે વર્ષ-2019 માં નોંધાયેલા મારામારી અને એટ્રોસિટિ એક્ટની કલમ હેઠળના ગુનામાં ચીરઇના ફરાર આરોપી ચીરઇ ખાતે આડેસરમાં ફરજ બજાવતા કોન્સટેબલના ભાઇના ઘરે લગ્ન પ્રસંગે હોવાની બાતમીના આધારે તેને પકડવા ગયેલા એલસીબીના હેડકોન્સટેબલને મોબાઇલ પર તારામાં તાકાત હોય તો આરોપીને પકડીને બતાવ તેવી ધમકી આપી પડકાર ફેંક્યો હોવાના દોઢ મહિના પહેલાના બનાવમાં કોન્સટેબલ વિરૂધ્ધ આરોપીને આશરો આપ્યો હોવાનો ગુનો ભચાઉ પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉ પોલીસ મથકે વર્ષ 2019માં મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળના ગુનામાં જુની મોટી ચીરઇનો નામચીન બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા આડેસર પોલીસ મથકમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ રમુભા જાડેજાના ભાઇ હાર્દિકસિંહના લગ્ન પ્રસંગે તા.1 ફેબ્રુઆરીના ત્યાં આવ્યો હોવાની

...અનુસંધાન પાનાનં.2

{ચીરઇમાં આરોપીને આશરો આપનાર કોન્સટેબલ વિરૂધ્ધ ગુનો દોઢ મહિને નોંધાયો { દોઢ મહિના પહેલા બનેલા બનાવમાં હવે પોલીસને કેમ ફરિયાદ કરવાનું સુઝ્યું ?


આ જ આરોપી યુવરાજસિંહ જાડેજાએ લુણવા પાસે બાતમીદારો ઉપર કાર ચડાવી

જુની મોટી ચીરઇનો યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા લિસ્ટેડ બુટલેગર છે અને એક દિવસ પહેલાં જ ભચાઉ તાલુકાના લુણવા નજીક બાઇક પર જઇ રહેલા ત્રણ બાતમીદારોને પાડી દઇ તેના ઉપરથી મારી નાખવાના ઇરાદે કાર ચડાવી દઇ આ બનાવને અકસ્માતમાં ખપાવવા હોસ્પિટલ પણ પહોંચાડ્યા હોવાની ફરિયાદ ભચા. પોલીસ મથકે નોંધાઇ છે. અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવા છતાં આ માથાભારે બુટલેગર ...અનુસંધાન પાનાનં.2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો