તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણામાં પાણીનો કકળાટ, ગ્રામ પંચાયતના સભ્યોને રૂમમાં પૂરી દીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 15 દિવસથી પાણી ન મળતાં રોષે ભરાયેલી મહિલાઅોઅે પ્રાંત અધિકારીને અાવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યાંથી ગ્રામ પંચાયતની કચેરીઅે મોરચો પહોંચ્યો હતો. અા તકે વોર્ડ નં. 15, 16 અને 17ના સભ્યો ગેરહાજર હતા જેમને બોલાવીને અેક રૂમમાં પૂરી દીધા હતા. તો સરપંચ પણ હાજર ન હોતાં મહિલાઅો તેમના ઘરે પહોંચી ગઇ હતી.

નવાનગરથી રેલી રૂપે ના અગ્રણીઅો સાથે નીકળેલી મહિલાઅોઅે પ્રાંત અધિકારીને અાપેલા અાવેદનમાં જણાવાયું હતું કે, કાળઝાળ ગરમીમાં પાણી વિતરણ બંધ કરી દેવાતાં બોર ફેલ થઇ જવો કે મોટર બળી જવાની સમસ્યા રોજિંદી બની છે જેના કારણે નવાનગરના રહીશો પીવાના પાણી માટે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. અા સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવામાં અાવે તેવી રોષપૂર્વક રજૂઅાત કરાઇ હતી.અા કચેરીથી નીકળેલો મોરચો ગ્રામ પંચાયની કચેરીઅે પહોંચ્યો હતો જ્યાં મહિલા સરપંચ સહિતના કોઇ જવાબદાર હાજર ન હોતાં રોષ બેવડાયો હતો. દરમિયાન વોર્ડ નં. 15થી 17ના સભ્યોને બોલાવાયા હતા અને અેક રૂમમાં પૂરીને તાળું મારી દેવાયું હતું. સરપંચનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે રજા પર હોવાનું કહ્યું હતું પણ તાલુકા વિકાસ અધિકારીઅે કોઇ રજા રિપોર્ટ અાવ્યો ન હોવાનું કહેતાં મહિલાઅો સરપંચના નિવાસ સ્થાને ધસી ગઇ હતી. પ્રત્યુત્તરમાં સરપંચે પાણીની સમસ્યા દૂર કરવા લોકોનો સહકાર માગ્યો હતો. દાનુભા જાડેજા, જીતુભા જાડેજા, અનવર ચાકી, દેવાભાઇ રબારી, જયાબેન જાડેજા, હેમલતાબેન ઠક્કર સહિતના અગ્રણીઅો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...