તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉમાં મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ દ્વારા સમાજના તેજસ્વી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉમાં મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો.

પ્રમુખ પ્રવિણ પીઠડીયાના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઅોને ઇનામો અાપી પ્રોત્સાહિત કરાયા હતા. અગ્રણીઅોઅે જ્ઞાતિજનોને વ્યસનમુક્ત થવા, પ્રસંગોના ખોટા ખર્ચા બચાવીને તે રૂપિયા દિકરા-દીકરીના ભણતર પાછળ ખર્ચવા અને સંગઠિત બનવા હાકલ કરી હતી.

અા સમારોહમાં ઠાકરશી દરજી, ઉમેશભાઇ, મોહનભાઇ, અરવિંદભાઇ, છગન દરજી, હરિભાઇ સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાતિવિકાસના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રસંગને અંતે સૌઅે સમૂહપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...