સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતી ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતી ચેટીચંડ નિમિત્તે આદિપુરમાં ચેટીચંડ મેલા સમિતિ, ભાઇબંધ પંચાયત અને આદિપુર સિંધી નવજવાન મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આદિપુર- ગાંધીધામ સિંધી સમાજ દ્વારા બે વર્ષથી બાઇક રેલી યોજાઇ રહી છે. આ વખતે પણ તા.6ના દોઢ કિલોમીટર જેટલી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાનાર છે.

તા.6ના ઝૂલેલાલ મંદિર ખાતે સવારે 5 વાગ્યે મુર્તિ પંચામૃત સ્નાન, 5.30 કલાકે લાલ મંદિરમાં ધ્વજ ચડાવવામાં આવશે. 6.30 કલાકે આરતી, 8 કલાકે બહીરાણા સાહીબ અને 9 કલાકે રવાડી નિકળશે જે 15 વાળી, લાલમંદિરથી બપોરે 12 કલાકે મંદિરે પરત ફરશે. પ્રભુદર્શન હોલમાં 12.30 કલાકે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશ્વર ગુરનાની, વિનોદ માણેક, ગુલ બેલાણી, મનોહર બેલાણી વગેરે મહેનત કરી રહ્યા છે. જ્યારે સિંધી સમાજ (આદિપુર-ગાંધીધામ) દ્વારા પણ ઝુલણની જ્યોત લઇ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે આદિપુર ઝૂલેલાલ મંદિર, મદનસિંહ ચોકથી સાંજે 4.30 કલાકે પ્રસ્થાન થશે. ગાંધીધામ- આદિપુરના જુદા જુદા વિસ્તારમાં ફરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજ મુલચંદાણી, નરેશ ગુરબાની, દિનેશ લાલવાણી, તારાચંદ ચંદનાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સપનાનગર સિંધી પંચાયત મંડળ દ્વારા સવારે 8 કલાકે બહેરાણા સાહીબ, 8.30 કલાકે આરતી અને 9 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ગાંધીધામની મુખ્ય શોભાયાત્રા સાથે જોડાઇ જશે. સાંજે 6થી 10 સુધી સિંધી સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમ દેવ દાદલાણી, પ્રદિપ પમનાણી વગેરેએ જણાવ્યું છે. લીલાશાહ વેપારી એસોસિએશન દ્વારા લીલાશાહ સર્કલે પ્રસાદ અને ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મંડળના પ્રમુખ ગોવર્ધનભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...