તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લીપ થતાં લોડાઇના યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એ જ નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

ભુજ| ભુજ-ભચાઉ હાઇવે પર શ્રવણ કાવડિયા પાસે સર્જાયેલી માર્ગ અકસ્માતની એક ઘટનામાં મોટર સાઇકલ સ્લીપ થતાં લોડાઇ ગામના યુવકનું ગંભીર ઇજાના પગલે મોત સારવાર દરમિયાન મોત નિપજતાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. અકસ્માતની આ ઘટના

...અનુસંધાન પાના નં.6

બાઇક સ્લીપ થતાં લોડાઇના

રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘટી હતી. પધ્ધર પોલીસ મથકેથી જાણવા મળેલી વિગત અનુસાર લોડાઇમાં રહેતો

બાદલ હરિભાઇ ગાગલ નામનો 18 વર્ષિય યુવક તેના મિત્રની મોટર સાઇકલ પાછળ બેસી જઇ રહ્યો હતો. ત્યારે શ્રવણ કાવડિયા માર્ગ પર અચાનક જ મોટર સાઇકલ સ્લીપ થતાં બાદલ અને તેનો મિત્ર રસ્તા પર પટકાયા હતા.

આ ઘટનામાં બાદલ ગાગલને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ સારવાર નસીબ થાય તે પૂર્વે આશાસ્પદ યુવકનો જિવનદીપ બુઝાઇ ગયો હતો. જોકે અકસ્માતની આ ઘટનામાં બાઇકચાલકનો આબાદ બચાવ થવા સાથે માત્ર સામાન્ય ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો