અપનાનગરમાં માત્ર એક જ કલાકમાં બાઇક ચોરાઇ ગયું

Gandhidham News - the bike was stolen in apananagar in just one hour 063057

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:31 AM IST
ગાંધીધામના અપનાનગરમાં મકાનની બહાર બાઇક પાર્ક કરી એક કલાકમાં બહાર આવ્યા ત્યાં સુધીમાં રૂ.35,000 ની કીંમતનું બાઇક ચોરી થઇ ગયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

અંજારના મહાદેવનગરમાં રહેતા અને ગાંધીધામની જે.આર.રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં સુપરવાઇઝર તરકે નોકરી કરતા57 વર્ષીય જગદિશભાઇ જયંતિલાલ રાવલે ફરીયાદ નોંધાવી છે કે, કંપનીના નામે રજિસ્ટર થયેલી જીજે-12-ડીઆર-2019 ન઼બરનું બાઇક લઇ ટ્રાન્સપોર્ટમાં મેન્ટેનેન્સનું કામ કરતા પ્રદિપભાઇ કેલાએ પોતાનું મકાન ટ્રાન્સફર કરેલું હોઇ તેમના અપનાનગરમાં આવેલા મકાન નંબર 32 બહાર બાઇક પાર્ક કરી રાત્રે 8 વાગ્યે અંદર ગયા હતા અને એક કલાક બાદ મકાનની બહાર આવ્યા ત્યારે તે બાઇક જેની કિંમત રૂ.35,000 હતી તે જોવા મળી ન હતી. આ ઘટના બાદ કંપનીના સ્ટાફ દ્વારા શોધખોળ કરાઇ પણ આજ દિવસ સુધી ન મળતાં આખરે આ બાબતે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સંકુલમાં વાહન ચોરીના બનાવો છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે ત્યારે આ વાહન ચોરીના બનાવો રહેવાસીઓ માજ્ટે ચિંતાજનક બાબત છે તો બાઇક ચોરી કરતી ગેંગ પોલીસ માટે પડકાર બની ગઇ છે.

X
Gandhidham News - the bike was stolen in apananagar in just one hour 063057

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી