સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગનો તા. 14થી આરંભ થઇ રહ્યો છે. કુલ 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. રાજકેાટના ખંડેરી સ્ટેડીયમમાં યોજાનારી સમગ્ર મેચનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

કચ્છ ડીસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ ચંદ્રશેખરભાઇ અયાચીએ એક ટીમ ખરીદી કચ્છનું નામ રોશન કર્યુ છે. કચ્છ વોરીયર્સ નામની આ ટીમનું સુકાન જયદેવ ઉનડકટ અને અન્ય રણજી ટ્રોફી તથા ગાંધીધામના ખેલાડીઓ પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મેચ તા. 14, 18, 19, 21 ના રોજ યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...