તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News The Ahmedabad Institute Has Trained 118 Children To Run The Ranks 064636

અમદાવાદની સંસ્થા દ્વારા 118 બાળકોને રેંટિયો ચલાવવાની તાલીમ અાપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી અેઇમ સ્કુલના વિદ્યાર્થીઅોને રેંટિયા અંગે સમજ અાપવામાં અાવી હતી. તિથિ પ્રમાણે ભાદરવાવદ બારસના ગાંધીજીની જન્મતિથિના ભાગરૂપે અા અાયોજન કરવામાં અાવ્યું હતું. યુવા પેઢીના છાત્રોને રેંટિયો કેવી રીતે કાંતવા તે અંગે અમદાવદની સંસ્થા દ્વારા સમજ અાપવામાં અાવી હતી.

શહેરની અેઇમ સ્કુલના લાભાર્થે કચ્છમાં સાૈપ્રથમ શાળામાં વિદ્યાર્થીઅોને રેંટિયો કેવી રીતે કાંતવો તે માટે ખાસ ચાલો ચરખે

રમીઅે સંસ્થાના મહિલા અવનીબેન વરીયા દ્વારા પ્રશિક્ષણ અાપતા જણાવ્યું હતું કે, માનવ સર્જિત રોબોટ ખાદીના કપડા બનાવી શકતું નથી. તો મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી સ્વચ્છ ભારત અને સીંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની પહેલ સર્વ લોકોઅે અપનાવવી જોઇઅે તેવું પૂર્વ નગરપતિ અનિરૂધ્ધ દવેઅે જણાવ્યું હતું.

અા પ્રસંગે મેહુલ શાહ, અરવિંદ ગોહિલ, ડો. કાૈશિક શાહે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, અગાઉના સમયમાં શાળામાં રેટિયો કાંતવા માટે કોઇ કાર્યક્રમ ન હતો. ત્યારે હવે અાવો કાર્યક્રમ દરેક શાળામાં યોજાય તો ભારતના ભાવીમાં નવા સંસ્કારોનો સિંચન થાય. શાળાના ચેરમેન કિઝલબેન શાહ, પ્રિન્સિપાલ બિંદીયાબેન ચાંદરાણી અને શાળાના સ્ટાફ સહયોગી બન્યા હતા. બે દિવસીય રેંટિયા તાલીમ શિબિરમાં 118 વિદ્યાર્થીઅોઅે ભાગ લીધો હતો.

લે કર વાત, માનવ સર્જિત રોબોટ ખાદીના કપડા બનાવી શકતો નથી !
અન્ય સમાચારો પણ છે...