તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાળાની અધુરાશ છતાં પગલા ભરાતા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 15 કરોડના ખર્ચે વરસાદી નાળા આધૂનિક બનાવવા માટે મમતા કન્ટ્રકશન કંપનીને કામ આપવામાં આવ્યું છે. આ કંપનીને કામ આપવામાં આવ્યાની સાથે જ શરૂઆતથી જ ફરિયાદો ઉઠે છે. ખુદ પાલિકા પણ કબૂલે છે છતાં યોગ્ય પગલા ભરવામાં આવતા ન હોવાનું બહાર આવી રહ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા વરસાદી નાળા વ્યવસ્થિત કરવાના ભાગરૂપે આવેલી ગ્રાન્ટ લાંબા સમય સુધી અટવાયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. એજન્સીની દેઠોક નીતિ પછી ફરિયાદો પણ ઉઠી રહી છે. પાલિકાએ ફરી એક વખત આ કંપનીને જાહેર રસ્તાના જંકશન પર હયાત બોક્ષ કન્વર્ટ સાથે જોડ્યા નથી, સફાઇ થતી નથી તે સહિતના મુદ્દે જવાબ માંગ્યો છે. અગાઉ લેખીત અને મૌખીક પણ જાણ કરી છતાં એજન્સી ગાંઠતી નથી.

અન્ય સમાચારો પણ છે...