માખેલ પાસે ટેન્કર-ડમ્પરમાં ટક્કર : ટેન્કર ચાલક ઘાયલ

Gandhidham News - tanker dumpar collided with machhe tanker driver injured 063509

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:35 AM IST
રાપર તાલુકાના માખેલ ટોલનાકા નજીક પુરપાટ જઇ રહેલા ટેન્કર ચાલકે આગળ જઇ રહેલા ડમ્પરના પાછળના ભાગે અથડાવી દેતાં પોતાને જ ઇજા પહોંચાડી હતી. બાડમેરના ટેન્કરના ક્લીનર પુખ્તરાજ જાટએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે જીજે-12-બીએક્સ-7190 નંબરના ટેન્કરમાં તેના ચાલક રાવતારામ મંગારામ ચૌધરી (જાટ) સાથે જઇ રહ્યો હતો ત્યારે ટેન્કર પૂરપાટ ચલાવી રહેલા રાવતારામે આગળ જઇ રહેલા ડમ્પરના પાછળના ભાગે અથડાવી દેતાં તેને પોતાને જ બન્ને પગમાં ફ્રેક્ચર, ડાબા હાથની કોણીમાં તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અને ફરીયાદી ક્લીનરને માથાના ભાટે તેમજ બન્ને પગમાં છોલછામ જેવી ઇજા પહોંચાડી હતી.

X
Gandhidham News - tanker dumpar collided with machhe tanker driver injured 063509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી