KPTના અધિક્ષક ઇજનેરનું સસ્પેન્શન પરત ખેંચાયું

ઇલેક્ટ્રીકના સહાયક ઇજનેરનું સસ્પેન્શન યથાવત

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:20 AM
Gandhidham News - suspension of kpt superintendent engineer was withdrawn 022034
કંડલા પોર્ટમાં નાના મોટા કામ કરવા માટે ટેબલ નીચે વહીવટ કરવો પડતો હોય તેવી અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે. લાઈટની ભાગમાં કોઈ કામ કરવા માટે મોટી રકમની લાંચની માગણી કરવામાં આવી હતી. નોટબંધી પછી નવી નોટો સાથે કંડલા પોર્ટના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઇ જતા કર્મચારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. ઇલેક્ટ્રિક વિભાગના અધિક્ષક ઇજનેર અને સહાયક ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા આ બંને કર્મચારીઓ ને પરત લેવા માટે લાંબા સમયથી લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પૂર્વ ચેરમેન પાસે આ બાબતે ફાઈલ ક્લિયર કરવા માટે મુકવામાં આવતા નનૈયો ભણી દેવાયો હતો. દરમ્યાન આ મુદ્દો એમાં સુધી પણ પહોંચ્યો હતો. દરમ્યાન આ પૈકી એક અધિકારીનું સ્પેન્શન રીવોક કરી દેવામાં આવ્યું હતું અને તેને બે દિવસ પહેલા નોકરી પર લઇ પણ લેવામાં આવતા કર્મચારીઓમાં આશ્ચર્યની લાગણી જન્મી છે. અન્ય એક કર્મચારી નુ સસ્પેન્શન પર પરત ખેંચવા માટે લોબિંગ ચાલી રહ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટમાં કેટલાક કિસ્સામાં ટેબલ નીચે વહીવટ ન થાય તો કામ થતાં નથી તેવી અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે. દરમિયાન બીજી બાજુ આ મુદ્દે શું તપાસ થઈ છે કેવી રીતે કાર્યવાહીથી તેની કોઇ વિગત બહાર આવી નથી. કેપીટીના વિજળી વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે સેવા આપતા પી.શ્રીનિવાસ તથા સહાયક ઇજનેર કુમટેકરને અંદાજે બે લાખથી વધુ રકમની નવી નોટ સાથે કામ કરાવવા માટે કરેલી માંગણીમાં કથીત લાંચના છટકામાં ઝડપાયા હતા. કંડલા પોર્ટમાં ઉઠેલા આ વિવાદના વંટોળમાં લાંબા સમય સુધી આ અધિકારીઓને પરત લેવા માટે પ્રયત્ન ચાલતા હતા. પરંતુ દાઝી જવાય તેવું હોવાથી કોઇ હાથ અડાવવા તૈયાર ન હતું. દરમ્યાન આ બાબતે શ્રીનિવાસ અને કુમટેકરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સીવીસી સહિતની ભલામણ અને રિપોર્ટના આધારે શ્રીનિવાસને નોકરીમાં પરત લઈ લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. સસ્પેન્શન રદ થતા અધિકારી હાજર પણ થઈ જતા કર્મચારીઓમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું જ્યારે અધિકારી ને પણ સસ્પેન્શન કરીને પરત લેવા માટે પ્રયત્ન થયા હોવાના સંકેત મળી રહ્યા છે. દરમિયાન કંડલા પોર્ટના ડેપ્યુટી સેક્રેટરી ડૉ. બીમલ ઝાએ જણાવ્યું હતું કે, પ્રોસીજર થઇને કાર્યવાહી કરવામાં આવતા અધિક્ષક ઇજનેરનું સસ્પેન્શન પરત ખેંચાયું છે.

નવી નોટની લાંચનો મુદ્દો દેશભરમાં ચગ્યો હતો

નોટબંધીને કારણે લોકો હેરાન થતા હતા, લોકોને નવી નોટો મળતી ન હતી ત્યારે મોટા પ્રમાણમાં આવી છે નોટ કેવી રીતે આવી તેવો મુદ્દો પણ કંડલા પોર્ટમાં જ નહીં પરંતુ દેશભરમાં ઉઠ્યો હતો. નવી નોટ સાથે ઝડપાયેલા આ સર્વ પ્રથમ કિસ્સામાં તેની ગંભીર નોંધ પ્રધાનમંત્રી હાઉસમાં લેવામાં આવી હતી.

X
Gandhidham News - suspension of kpt superintendent engineer was withdrawn 022034
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App