તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય માગતી દયાપરની શિક્ષિકા સામે સર્જિકલ સ્ટ્રાઈકની ધમકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષો પહેલા શાહબુદિનની હાસ્યરસ પિરસતી કેસેટ બહાર પડી હતી, જેમાં ‘શિક્ષકો બહારવટે ચડ્યા’ની રમુજ પ્રેરક ગાથા વર્ણવી હતી, પરંતુ લખપત તાલુકાના દયાપરમાં તો શિક્ષકો સામે શિક્ષકો જ મૂકાઈ ગયા હતા, જેમાં ન્યાય માટે વર્ષોથી લડતી શિક્ષિકાને માનસિક રીતે નબળી પાડવા સોશિયલ મીડિયામાં ટિકા ટિપ્પણી થઈ હતી. જોકે, કેટલાકે શિક્ષકાના સમર્થનમાં પણ ઝુંકાવ્યું હતું, પરંતુ જેમને ‘મા’ના સ્તરના કહેવાયા છે એવા ‘મા’સ્તરોનું માનસિક અધપતન તો સામે આવ્યું જ હતું, જેમાં ન્યાય માગતી દયાપરની શિક્ષિક સામે સર્જિકલ સ્ટ્રાઈકની ધમકી અપાઈ છે.

લખપત તાલુકામાં લતાબેન મણીલાલ પરમાર દયાપરની પ્રાથમિક કન્યા શાળમાં મદદનીશ શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જેણે અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતી લેખિત રજુઆતો પણ કરી છે.

જે પત્રની નકલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અશોકભાઈએ સોશિયલ મીડિયામાં વહેતી કરી દીધી હતી, જેથી સત્તાને મીઠા થઈને પોતાનું કામ કઢાવવામાં માનતા કેટલાક ચાંપલુસીયા શિક્ષકોએ શિક્ષિકાની વિરુદ્ધમાં ટિકા ટિપ્પણી કરી હતી. અલબત્ત અમુક શિક્ષકોએ શિક્ષિકાનો પ્રશ્ન સાંભળીને ઉકેલ લાવવાની માનવતા બતાવવાના સૂચનો પણ કર્યા હતા.

જોકે, શિક્ષકાએ જિલ્લા પંચાયતના પ્રમુખને પત્ર લખીને સંબંધિતો સામે કાર્યવાહીની માગણી મૂકી હતી. કેમ કે, સરકાર કચેરીનો પત્ર જાહેરમાં લીક કરવો એ ગુન્હો છે અને મહિલાને બદનામ કરવાની ચેષ્ટા પણ અશોભનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો